Diabetes: ડાયાબિટીસમાં આ રીતે ફળ ખાવ તો ક્યારેય ન વધે બ્લડ શુગર લેવલ, જાણો સાચી રીત
Fruits and Diabetes: આજે તમને જણાવીએ ડાયાબિટીસના દર્દીએ ફળ ખાતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જો ફળ યોગ્ય રીતે અને યોગ્ય સમયે ખાવામાં આવે તો તે બ્લડ શુગર લેવલ વધવાનું કારણ નથી બનતા.
Trending Photos
Fruits and Diabetes: ડાયાબિટીસના દર્દી હોય તેમના મનમાં ફળને લઈને અલગ અલગ પ્રશ્નો રહે છે. ફળમાં કુદરતી મીઠાશ હોય છે તેથી સૌથી મોટો પ્રશ્ન તો એ હોય છે કે ડાયાબિટીસમાં કયા ફળ ખવાય અને કયા ફળ ન ખવાય? કારણ કે કેટલાક ફળ એવા હોય છે જે બ્લડ શુગર લેવલ ઝડપથી વધારે છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર ડાયાબિટીસમાં કયા ફળ ખવાય તે વાતની સાથે એ વાત જાણવી પણ જરૂરી છે કે કયા સમયે ફળ ખાવા જોઈએ અને ફળ ખાવાની રીત કઈ છે? આ બંને વસ્તુ પણ બ્લડ શુગર પર આધાર રાખે છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર ડાયાબિટીસમાં પણ જો ફળ યોગ્ય રીતે અને યોગ્ય સમયે ખાવામાં આવે તો બ્લડ સુગર લેવલ વધતું નથી અને કંટ્રોલમાં રહે છે. ફળ ખાવાની સાચી રીત કઈ છે અને ફળ સાથે કઈ વસ્તુઓ ખાવી જોઈએ ચાલો જાણીએ
ડાયાબિટીસમાં ફળ ખાવાની રીત
- હેલ્થ એક્સપર્ટ અનુસાર ડાયાબિટીસ હોય તેમણે કોઈપણ ફળ ખાતા પહેલા તેના પર તજનો પાવડર છાંટવો જોઈએ. તજ બ્લડ સુગર સ્પાઈક સ્લો કરવામાં મદદ કરે છે. ફળ પર તજનો પાવડર છાંટવાથી ફળનો સ્વાદ પણ વધી જશે અને બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહેશે.
- ડાયાબિટીસ હોય તેમણે ફળના ટુકડા કરીને અથવા આખા ફળ જ ખાવા જોઈએ કોઈપણ ફળનો રસ કાઢીને તેનો જ્યુસ પીવો નહીં. જ્યુસ પીવાથી બ્લડ સુગર ઝડપથી વધી જાય છે.
- ડાયાબિટીસ હોય તે લોકો સવારે ખાલી પેટ ફળ ખાય તો સુગર લેવલ ઝડપથી વધી જાય છે. ડાયાબિટીસમાં ફળ ખાતા પહેલા હેલ્ધી ફેટ અથવા પ્રોટીન લેવું જરૂરી છે. જેમકે ખાલી પેટ બદામ અથવા અખરોટ જેવા નટ્સ ખાઈ લેવા અને થોડા સમય પછી ફળ ખાવા.
- ડાયાબિટીસમાં ફળ ખાવા હોય તો દહીં સાથે ખાઈ શકાય છે. દહીમાં રહેલું પ્રોબાયોટિક બ્લડ સુગરને બેલેન્સ કરવામાં મદદ કરે છે. દહીં પાચન પણ સુધારે છે.
ડાયાબિટીસમાં ફળ ખાવાનો બેસ્ટ સમયે
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર ડાયાબિટીસ હોય તેમના માટે ફળ ખાવાનો સૌથી સારો સમય મિડ મોર્નિંગ અથવા તો મીડ ઈવનિંગ છે. મિડ મોર્નિંગ એટલે કે બપોરના ભોજન પહેલા જો કંઈ ખાવાની ઈચ્છા થાય તો ફળ ખાઈ શકાય છે. આ સિવાય સાંજના સમયે નાસ્તામાં પણ ફળ લઈ શકાય છે. જોકે એક સાથે વધારે ફળ ખાવા નહીં.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે