સંકટમાં કંપની, ઈન્વેસ્ટરો કંગાળ, ₹1125 થી ઘટી 95 રૂપિયા પર આવી ગયો શેર, સતત લોઅર સર્કિટ

સંકટમાં ફસાયેલી કંપનીના શેરમાં સતત 11મા દિવસે 5 ટકાની લોઅર સર્કિટ લાગી છે. ગુરૂવારે કંપનીનો શેર 52 સપ્તાહના લો પર આવી ગયો છે. સેબીની કાર્યવાહી બાદ શેરની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
 

સંકટમાં કંપની, ઈન્વેસ્ટરો કંગાળ, ₹1125 થી ઘટી 95 રૂપિયા પર આવી ગયો શેર, સતત લોઅર સર્કિટ

Gensol Engineering: જેન્સોલ એન્જિનિયરિંગના શેરમાં ગુરુવારે ઘટાડો યથાવત રહ્યો હતો. કંપનીમાં ચાલી રહેલી કટોકટી વચ્ચે કંપનીના શેરમાં સતત 11મા દિવસે 5 ટકાની લોઅર સર્કિટ લાગી છે. આજે ગુરૂવારે કંપનીના શેર 5 ટકા ઘટી 95.80 રૂપિયાના 52 વીક લો સ્તરે પહોંચી ગયો હતો. પ્રથમવાર કંપનીના શેરની કિંમત 100 રૂપિયાથી નીચે આવી છે. શેરમાં આ ઘટાડા પાછળ સેબીની કાર્યવાહી છે. આ વર્ષે અત્યાર સુધી શેર 90 ટકા તૂટી ગયો છે.

શું છે વિગત
સેબીએ ગયા અઠવાડિયે મંગળવારે તેના વચગાળાના આદેશ દ્વારા ભાઈઓ અનમોલ સિંહ જગ્ગી અને પુનિત સિંહ જગ્ગીને આગામી સૂચના સુધી સિક્યોરિટી માર્કેટમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે તેમના પર કોર્પોરેટ ગવર્નન્સ અને નાણાકીય ગેરવર્તણૂક અંગે ચિંતાઓ ઉભી કરીને, વ્યક્તિગત ઉપયોગ માટે જાહેરમાં લિસ્ટેડ કંપની જેન્સોલ એન્જિનિયરિંગ પાસેથી લોનના ભંડોળનો ઉપયોગ કરવાનો આરોપ છે.

92% સુધી તૂટી ગયો શેરનો ભાવ
મહત્વનું છે કે કંપનીનો શેર પોતાના 52 સપ્તાહના હાઈ 1125.75 રૂપિયાથી અત્યાર સુધી 91.49 ટકા તૂટી ગયો છે. ગુરૂવાર સહિત 11 કારોબારી દિવસથી શેરમાં ઘટાડો થઈ રહ્યો છે.  જેન્સોલ એન્જિનિયરિંગ સોલર કન્સલ્ટિંગ સેવાઓ, એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC) સેવાઓ અને ઇલેક્ટ્રિક વાહન લીઝિંગ વગેરે પ્રદાન કરે છે. જૂન 2024 માં, સેબીને જેન્સોલ તરફથી શેરની કિંમતમાં હેરાફેરી અને ભંડોળના ડાયવર્ઝન અંગે ફરિયાદ મળી હતી અને ત્યારબાદ આ બાબતની તપાસ શરૂ કરી હતી. સેબીએ આગળ જેન્સોલ એન્જિનિયરિંગને તેના આયોજિત સ્ટોક સ્પ્લિટને 1:10 ના રેશિયોમાં અટકાવવા નિર્દેશ આપ્યો હતો. કોર્પોરેટ બાબતોના મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે તે જેન્સોલ એન્જિનિયરિંગ કેસમાં કંપની સામે બજાર નિયમનકાર સેબીના આદેશની તપાસ કર્યા પછી જરૂરી પગલાં લેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news