સંસ્કારી નગરીમાં કાયદો-વ્યવસ્થા ડામાડોળ, 15 દિવસમાં 5 મહિલાઓ સામે દુર્વ્યવહારની ઘટના!
Vadodara News: વડોદરા શહેર પોલીસના મોટા-મોટા દાવાઓ વચ્ચે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અલગ જોવા મળી રહી છે. શહેરમાં છેલ્લા 15 દિવસમાં મહિલાઓ સામે થયેલા દુર્વ્યવહારની પાંચ ફરિયાદ નોંધાય છે.
Trending Photos
વડોદરાઃ જો તમે એક મહિલા છો અને વડોદરામાં રહો છો તો આ સમાચાર ખાસ તમારા માટે છે. જી હા સંસ્કારી નગરીમાં મહિલાઓ હવે બિલકુલ સુરક્ષિત નથી. શહેર પોલીસના ગુનેગારો સામે કડક કાર્યવાહીના દાવા વચ્ચે વડોદરામાં છેલ્લા પંદર દિવસમાં પાંચથી વધુ મહિલાઓએ પોતાની આબરૂ ગુમાવી છે. ત્યારે સંસ્કારી નગરીને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવતા શહેર પોલીસની કામગીરી ફરી એક વાર સવાલોના ઘેરામાં આવી છે.
શહેરની કાયદો-વ્યવસ્થા પર સવાલ
વડોદરા શહેર પોલીસ સેવા સુરક્ષા અને શાંતિના સૂત્રનું અસ્તિત્વ ખતમ કરવા બેઠી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. શહેરમાં એક તરફ ગુનેગારો સમાજમાં પોતાની ધાક જમાવી રહ્યા છે. તો બીજી તરફ બહેન દીકરીઓની આબરૂ લૂંટાઈ રહી છે. શહેરમાં છેલ્લા 15 દિવસ દરમિયાન પાંચ મહિલાઓ એ પોતાની આબરૂ ગુમાવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
આજે વધુ એક મહિલાએ પોતાની આબરૂ ગુમાવતા પોલીસ સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી જીમ સંચાલકના સંપર્કમાં આવેલ પરિણીત મહિલાને હવસખોર જીમ સંચાલકે પોતાની પ્રેમજાળમાં ફસાવી તેને હોટલમાં લઇ જઈ ચપ્પુની અણીએ બે વાર દુષ્કર્મ ગુજારતા પીડિતાએ સમગ્ર મામલે હરણી પોલીસ મથક ખાતે હવસખોર યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની ધરપકડ કરી આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
વડોદરાના વાડી વિસ્તારમાં રહેતી પરિણીત મહિલા સોશિયલ મીડિયાના માધ્યમથી બાપોદ વિસ્તારમાં એમડી ફિટેનસ નામનું જીમ ચાલવતા સંચાલક સાગર મકવાણાના સંપર્કમાં આવી હતી. અને બંને એકબીજા સાથે ફોન પર તથા મેસેજ દ્વારા વાતો કરતા હતા. હવસખોર સાગરે પરિણીત મહિલાને તેની મીઠી મીઠી વાતોથી ફોસલાઈ મહિલાનો વિશ્વાસ જીતી લીધો હતો. પીડિતાએ યુવક પર આંધળો વિશ્વાસ મૂકતા તેણે મળવા માટે હરણી વિસ્તારમાં આવેલા તળાવ પાસે બોલાવતા પીડિતા સાગરને મળવા માટે ગઈ હતી. જ્યાં આરોપી સાગર એ તેની મીઠી મીઠી વાતોમાં ભોળવી પીડિતાને રૂમમાં શાંતિથી બેસી વાતો કરવાનું કહીને હોટલ પર લઈ ગયો હતો. હોટલની રૂમમાં પહોંચતા જ સાગરે તેની હવસનો ખેલ શરુ કર્યો હતો. પીડિતાનો આરોપ છે કે આરોપી સાગરે ચાકુ બતાવીને મારી નાખવાની ધમકી આપી પોતાના તાબામાં લઇ મરજી વિરુદ્ધ બે વખત દુષ્કર્મ આચર્યું હતું.
હવસખોર સાગર મકવાણાની ચુંગાલમાંથી છૂટતાની સાથે જ પીડિતા હરણી પોલીસ મથક ખાતે પહોંચી હતી.અને પોલીસને પોતાની આપવીતી જાણવતા હરણી પોલીસે ગુનો નોંધી આરોપી સાગર મકવાણાની ધરપકડ કરી આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે