Rules For Dog Owner: હવે તમારા ઘરમાં કૂતરું પાળી શકશો કે નહીં તે પાડોશી નક્કી કરશે! જાણી લેજો આ નવો નિયમ નહીં તો...!
Rules For Dog Owner: પાલતુ શ્વાન રાખવા માટે લાઇસન્સ લેવું પડશે. જી હા... આ વાત તો દરેક જણાંને ખબર છે. પરંતુ શું તમને ખબર છે કે તમારા ઘરમાં શ્વાનને પાળવું હશે તો તમારા આડોશી પાડોશીના 10 લોકોની બાંયેધરી પત્ર જરૂરી બની ગયો છે. સુરત પાલિકા દ્વારા સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પાલતુ શ્વાન રાખવા માટે લાઇસન્સ લેવું પડશે. સોસાયટીમાં રહેતા હોય તો આજુબાજુના 10 લોકોની, એપાર્ટમેન્ટમાં પ્રમુખની અને આજુબાજુ લોકોની બાંહેધરી જરૂરી બની ગઈ છે.
Trending Photos
Surat News: સુરત પાલિકા દ્વારા શહેરીજનોને સુખાકારી માટે સૌથી મોટી કાર્યવાહી કરી છે. આજકાલ લોકોને પાલતું શ્વાન પાળતા હોય છે, પરંતુ પાલતું શ્વાન રાખવા માટે લાઇસન્સ લેવું પડશે. પાલિકાના માર્કેટ ડિપાર્મેન્ટ દ્વારા ફોર્મ બહાર પાડ્યું છે. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં શ્વાન કરડતા બાળકનું મોત થયું હતું. જે બાદ સુરત પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું. સુરતમાં હવે સોસાયટીમાં રહેતા હોય તો આજુબાજુના 10 લોકોની બાંયેધરી પત્ર જરૂરી બનાવી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં એપાર્ટમેન્ટમાં પ્રમુખની અને આજુબાજુ લોકોની બાંહેધરી જરૂરી બનાવવામાં આવી છે.
સુરત શહેરમાં 800 થી વધુ નોટિસો પાઠવી છે. 250 અરજીઓ લાઇસન્સ માટે આવી છે, જેમાં 150 લાઇસન્સ આપવામાં આવ્યા છે. 100 અરજી તપાસના 6 અરજી કેન્સલ કરવામાં આવી હતી. ગુજરાતમાં રોડ પર કે લિફ્ટમાં પાલતુ શ્વાન કરડવાના કિસ્સો સામે આવતા હોય છે. ત્યારે કોઈ શ્વાન માલિક લાઇસન્સ નહીં રાખે તો પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. પાલિકાના માર્કેટ ડિપાર્મેન્ટ દ્વારા ફોર્મ બહાર પાડ્યું છે. અમદાવાદ માં સ્વાન કરવડવાના કારમે બાળક નું મોત થયું હતું. જે બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે.
નવા નિયમો અને લાઇસન્સ પ્રક્રિયા
સુરત શહેરમાં હવે કોઈપણ વ્યક્તિ પાલતુ શ્વાન રાખવા માંગતી હોય, તો તેણે ફરજિયાતપણે પાલિકા પાસેથી લાઇસન્સ મેળવવું પડશે. આ નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય શ્વાન કરડવાના બનાવોને અટકાવવા અને પાલતુ પ્રાણીઓના માલિકોની જવાબદારી નક્કી કરવાનો છે.
લાઇસન્સ મેળવવાની શરતો અને દસ્તાવેજો
સોસાયટીમાં રહેતા હોય તો: આસપાસના 10 પાડોશીઓની બાંહેધરી પત્ર ફરજિયાત છે. એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો: એપાર્ટમેન્ટના ચેરમેન અને આસપાસના પાડોશીઓની બાંહેધરી જરૂરી રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે