Janmashtami 2025: જન્માષ્ટમીની પૂજામાં આ સામગ્રીઓની જરૂર પડે, લીસ્ટ અનુસાર વસ્તુઓ લઈ કરી લો પૂજાની તૈયારી

Janmashtami 2025 Puja Samagri:  આ વર્ષે કૃષ્મ જન્માષ્ટમી 16 ઓગસ્ટ 2025 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે બાલ ગોપાલની પૂજા કરી તેમને પારણે ઝુલાવવામાં આવે છે. આ પૂજા દરમિયાન કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે જાણી લો અત્યારથી જ. 
 

Janmashtami 2025: જન્માષ્ટમીની પૂજામાં આ સામગ્રીઓની જરૂર પડે, લીસ્ટ અનુસાર વસ્તુઓ લઈ કરી લો પૂજાની તૈયારી

Janmashtami 2025 Puja Samagri: આ વર્ષે જન્માષ્ટમી 16 ઓગસ્ટ 2025 ના રોજ ઉજવવામાં આવશે. માન્યતા છે કે આ દિવસ રાત્રે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. તેથી દરેક ઘરમાં પણ જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્વસ કરી પૂજા કરવામાં આવે છે. જન્માષ્ટમીની પૂજામાં વિશેષ સામાગ્રીની જરૂર પડે છે. આ વસ્તુઓ કઈ કઈ હોય છે તેની વિગતો આજે તમને જમઆવીએ. 

દર વર્ષે શ્રાવણ મહિનાની આઠમની તિથિ પર ધામધૂમથી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીની પૂજા પણ ખાસ હોય છે. આ પૂજામાં ભગવાનના બાલ સ્વરુપની પૂજા થાય છે. આ પૂજામાં જે વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે તે ફક્ત સામગ્રી નહીં પરંતુ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને પ્રેમનું પ્રતીક હોય છે. 

જો તમારા ઘરમાં પણ લડ્ડુ ગોપાલ હોય તો જન્માષ્ટમી પર તેમની પૂજા કેવી રીતે કરવી અને તેમાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ જાણી લો. જેથી તમે પણ જન્માષ્ટમીની તૈયાર સારી રીતે કરી શકો.

જન્માષ્ટમીની પૂજામાં ગંગાજળ, ચોખા, પીળા ફુલ, નાળિયેર, વાંસળી, પંચામૃત, કંકુ, મોરપંખ, તુલસી પત્ર, સાકર, માખણ હોય તે જરૂરી છે. આ સિવાય પૂજામાં અન્ય કઈ વસ્તુઓની જરૂર પડે છે તે પણ જાણી લો. 

જન્માષ્ટમીની પૂજા માટે જરૂરી સામગ્રી

બાલ ગોપાલ માટે ઝુલો અને નવા વસ્ત્ર
હળદર
સફેદ વસ્ત્ર
અત્તર
લવિંગ, કપૂર અને ફળ
માખણ
કંકુ-ચોખા
કેસર, એલચી,
નાનકડી વાંસળી
નવા આભુષણ, નવું મુગટ
પાન-સોપારી
પંજરી
સિક્કા
લાલ દોરો
તુલસીના પાન, મોરપંખ
દીવા માટે ઘી અને અગરબત્તી

જન્માષ્ટમીના ભોગ માટેની સામગ્રી

કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વની પૂજા ઘરમાં કરો ત્યારે ભગવાન માટે વિશેષ ભોગ પણ તૈયાર કરવાનો હોય છે. આ દિવસે ભગવાનને પ્રિય વસ્તુઓ ધરાવવી જોઈએ. જેમાં ભગવાનને અતિપ્રિય એવા માખમ-મિસરી, દૂધ, દહીં અને મીઠાઈ તેમજ ફળ અર્પણ કરવા. 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news