Dhaniya Panjiri Recipe: જન્માષ્ટમીની પૂજા ધાણાની પંજરી વિના ગણાશે અધુરી, નોંધી લો કાન્હાની પ્રિય પંજરી બનાવવાની રીત

Dhaniya Panjiri Recipe: 16 ઓગસ્ટે ઘરેઘરમાં કૃષ્ણ જન્મોત્સવની પૂજા ધામધૂમથી કરવામાં આવશે. આ દિવસે ભગવાન કૃષ્ણને માખણ મિસરી સાથે પંજરીનો ભોગ ધરાવવાનો હોય છે. આ પંજરી ધાણાથી બને છે. જન્માષ્ટમીની પૂજા પંજરી વિના અધુરી ગણાય છે. પ્રસાદ માટે પંજરી કેવી રીતે બનાવવી ચાલો તમને જણાવીએ.
 

Dhaniya Panjiri Recipe: જન્માષ્ટમીની પૂજા ધાણાની પંજરી વિના ગણાશે અધુરી, નોંધી લો કાન્હાની પ્રિય પંજરી બનાવવાની રીત

Dhaniya Panjiri Recipe: ભગવાન શ્રીષ્ણનો જન્મોત્સવ દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે દેશભરમાં ધુમ જોવા મળે છે. કૃષ્ણ જન્માષ્ટમી પર ઘરમાં પણ ભગવાનના બાલ સ્વરુપની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ પૂજામાં ખાસ સામગ્રીનો ઉપયોગ થાય છે. ખાસ તો ભગવાનને અતિ પ્રિય એવા માખણ અને મિસરી ધરવામાં આવે છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે ભગવાનની પૂજામાં માખણ મીસરી સિવાય પંજરી હોવી પણ જરૂરી છે. 

જન્માષ્ટમી દરમિયાન મંદિરમાં પણ પંજરીનો ભોગ ધરવામાં આવે છે. ઘરે પણ જ્યારે ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવે તો તેમને પંજરી અચૂક અર્પણ કરવી. ધાણાની પંજરીની પ્રસાદ ભગવાનને અતિપ્રિય છે. આજે તમને જણાવીએ ભગવાન માટે પંજરી કેવી રીતે તૈયાર કરવાની હોય છે. 

પંજરી માટેની સામગ્રી

ધાણાનો પાવડર- 1 કપ
ઘી - 3 મોટા ચમચા
મખાનાના ટુકડા - અડધો કપ
ખાંડનો પાવડર - અડધો કપ
ખમણેલું સુકુ નાળિયેર - અડધો કપ
બદામ, કીસમીસ, કાજુ - અડધો કપ
ચારોળી - 1 ચમચી

ધાણાની પંજરી બનાવવાની રીત

ધાણાની પંજરી બનાવવા માટે સૌથી પહેલા એક પેન માં 2 ચમચા ઘી ગરમ કરો. તેમાં ધાણા પાવડર ઉમેરો અને 5 મિનિટ શેકો. ત્યારબાદ તેને એક મોટા સાફ વાસણમાં કાઢી લો. ત્યારપછી તે જ પેનમાં 1 ચમચી ઘી ગરમ કરી તેમાં મખાના અને કાજુ, બદામના ટુકડા સાંતળી સાઈડમાં રાખી લો.  છેલ્લે પેનમાં નાળિયેર અને ચરોળી થોડી શેકી લો અને ગેસ બંધ કરી બધી જ સામગ્રીને ઠંડી થવા દો. 

હવે ધાણાના પાવડરમાં કાજુ, બદામના ટુકડા, મખાના, ચારોળી, નાળિયેર કીસમીસના ટુકડા કરી ઉમેરો. બધી સામગ્રી સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં ખાંડ ઉમેરી ફરીથી બધું સારી રીતે મિક્સ કરો. તૈયાર છે પ્રસાદ માટેની પંજરી. જો કે પંજરી બનાવવામાં એક વાતનું ધ્યાન રાખવું કે બધી જ સામગ્રી ઠંડી થાય પછી જ તેને મિક્સ કરવી અને છેલ્લે જ ખાંડ ઉમેરવી. ગરમ સામગ્રીમાં ખાંડનો પાવડર મિક્સ કરવો નહીં.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news