ચંદ્ર પર ગર્લફ્રેન્ડ સાથે 'સંબંધ' રાખવાની ઇચ્છા, NASAના ઈન્ટર્ને કરી 184 કરોડની ચોરી

પ્રેમમાં પડેલા લગભગ દરેક પ્રેમી ચંદ્ર તોડીને તેને ઘરે લાવવાનો અથવા ચંદ્ર પર લઈ જવાનો દાવો કરે છે. પરંતુ નાસાના એક ઇન્ટર્નએ આ વાતને થોડી વધુ પડતી ગંભીરતાથી લીધી.
 

ચંદ્ર પર ગર્લફ્રેન્ડ સાથે 'સંબંધ' રાખવાની ઇચ્છા, NASAના ઈન્ટર્ને કરી 184 કરોડની ચોરી

Nasa News: પોતાની પ્રેમિકાને ચંદ્ર પર લઈ જવાનું સપનું તો ન જાણે કેટલા આશિકોનું હશે. આવ તને ચંદ્ર પર લઈ જાવ.... જેમ અનેક બોલીવુડ ગીતમાં ચાંદ સુધી જવાની વાત છે. પરંતુ શું કોઈ ચંદ્ર પર પોતાની ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બનાવવાની ઈચ્છા માટે ચોરી કરી શકે છે? તે પણ આશરે 184 કરોડ રૂપિયાની. આ મહાન વ્યક્તિ કોઈ અન્ય નહીં પરંતુ અમેરિકી અંતરિક્ષ એજન્ટી નાસાનો ઈન્ટર્ન હતો.

તેણે તેની ગર્લફ્રેન્ડને ચંદ્ર પર જવાનો વાયદો કર્યો અને તેને પૂર્ણ કરવાનું શરૂ કર્યું. ફક્ત રસ્તો અલગ હતો. FBI અનુસાર, નાસાના ઇન્ટર્ન થડ રોબર્ટ્સે એક કાવતરું ઘડ્યું. તેણે અમેરિકાના એક અવકાશ કેન્દ્રમાંથી એપોલો મિશન દરમિયાન ચંદ્રની સપાટી પરથી લાવવામાં આવેલા લગભગ 17 પાઉન્ડ (લગભગ 7.7 કિલો) પથ્થરો અને ઉલ્કાઓ ચોરી કરવાની યોજના બનાવી. તેની કિંમત લગભગ 21 મિલિયન ડોલર (લગભગ 184 કરોડ રૂપિયા) હતી. આ 24 વર્ષીય વ્યક્તિ પાસે ત્રણ વિષયોમાં ડિગ્રી હતી.

શું હતો પ્લાન
લગભગ 23 વર્ષ પહેલાં, રોબર્ટે એક સંપૂર્ણ યોજના બનાવી. સૌ પ્રથમ, તેને એક ગ્રાહક મળ્યો જે તેની પાસેથી ચંદ્રની સપાટી પરથી આ પથ્થર ખરીદવા તૈયાર હતો. આ સમય દરમિયાન, તે નાસાના બીજા ઇન્ટર્નને મળ્યો. 22 વર્ષીય ટિફની ફાઉલર, દેખાવમાં ખૂબ જ આકર્ષક. રોબર્ટ પરિણીત હોવા છતાં, તેને પહેલી નજરમાં જ ટિફની સાથે પ્રેમ થઈ ગયો. એટલું જ નહીં, તેણે તેણીને પણ તેના પ્લાનમાં સામેલ કરી. આ પ્લાનમાં બીજા એક ઇન્ટર્નનો સમાવેશ કરવામાં આવ્યો. નાસાના આઈડીનો ઉપયોગ કરીને, ત્રણેયે સાથે મળીને જોહ્ન્સન સ્પેસ સેન્ટરમાંથી ચોરી કરી. તેઓ ચંદ્રની સપાટી પરથી લાવવામાં આવેલી સામગ્રી જેમાં રાખવામાં આવી હતી તે આખી તિજોરી લઈ ગયા. તેઓએ તેને હોટેલમાં મશીનથી કાપી નાખી.

The rocks he stole included lunar samples from every Apollo landing and a Martian meteorite.

The total weight of the stolen samples was 101 grams, valued at approximately $21… pic.twitter.com/yWOXLeS5z6

— Fascinating True Stories (@FascinatingTrue) June 19, 2025

પછી ચાંદ પર બનાવ્યા સંબંધ
રોબર્ટે ચંદ્ર પરના કેટલાક પથ્થર પોતાની પાસે રાખી લીધા કારણ કે તે પોતાની એક ફેન્ટેસીને પૂરા કરવા ઈચ્છતો હતો. તેણે તે પથ્થરોને પોતાના બેડ પર ચાદરની નીચે પાથરી દીધા અને પછી તેના પર ટિફની સાથે સંબંધ બનાવ્યા. રોબર્ટના મતે, આ બિલકુલ આરામદાયક નહોતું. પરંતુ તે ચંદ્ર પર તેની ગર્લફ્રેન્ડ સાથે ખાસ ક્ષણોનો અનુભવ કરવા માંગતો હતો.

ડાયનાસોરના હાડકા પણ ચોરવામાં આવ્યા
તેને અંદાજ નહોતો કે શરૂઆતથી તેના ષડયંત્રની પળ-પળની જાણકારી FBI ને છે. જ્યારે ચંદ્રની સપાટીના બીજા પથ્થરો વેચવા ગયા, તો તેને દબોચી લેવામાં આવ્યો. તેને આઠ વર્ષની જેલ થી, પરંતુ છ વર્ષમાં છૂટી ગયો. તપાસમાં સામે આવ્યું કે તે પહેલા પણ ચોરી કરી ચૂક્યો છે. તેણે બીજા એક સંગ્રહાલયમાંથી ડાયનાસોરના હાડકાં અને અવશેષો પણ ચોર્યા હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news