રાજ્યમાં જોવા મળી માવઠાની અસર, આ જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ, અહીં પડ્યો વરસાદ

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. હીટવેવ વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો પડ્યો છે. તો ડાંગ જિલ્લામાં હળવો વરસાદ પણ પડ્યો છે.
 

રાજ્યમાં જોવા મળી માવઠાની અસર, આ જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ, અહીં પડ્યો વરસાદ

અમદાવાદઃ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, બપોરના સમયે તો આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે, પણ મોડી રાત્રે તમે થોડી ઠંડીનો અહેસાસ કરતાં હશો. સામાન્ય રીતે આ સમયે ગરમીમાં શેકાવું પડે છે. પણ બદલાયેલા ઋતુચક્રને કારણે હવે ગરમીમાં પણ વરસાદ આવે તો નવાઈ નહીં...હા ગુજરાતમાં વરસાદ આવવાનો છે, અને તેનો અણસાર પણ શરૂ થઈ ગયો છે. ચૈત્ર મહિનાનો આ માવઠુ શહેરીજનોને ગરમીમાં ઠંડક આપશે પણ ખેડૂતોને મોટું નુકસાન કરશે...ત્યારે ક્યાં ક્યારે આવવાનો છે વરસાદ?...જુઓ આ અહેવાલમાં....

ગુજરાતના ખેડૂતો...ગુજરાતના શહેરીજનો...અને ગુજરાતના ગ્રામજનો સાવધાન...ગુજરાતમાં આવવાનો છે વરસાદ...હા, રાજ્યમાં ભર ઉનાળે મેઘરાજા મનમુકીને વરસે તો નવાઈ ન પમાડતાં...કારણ કે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી આપણા હવામાન વિભાગે કરી છે...ક્યાંક માવઠું તો ક્યાંક હિટવેવની આગાહી છે...એટલે કે ગુજરાતના કોઈ વિસ્તારમાં આકાશમાંથી અગનગોળા વરસશે...જ્યારે કોઈ વિસ્તારમાં આકાશમાંથી મેઘરાજા વરસશે...

હવામાન વિભાગે જ્યાં વરસાદની આગાહી કરી છે તેમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. હવે તમે એ પણ જાઈ લો ક્યાં-ક્યારે વરસાદ પડવાનો છે...તો 2 એપ્રિલે ગીર સોમનાથ, અમરેલી ,ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે...તો વાત ત્રણ એપ્રિલની કરીએ તો, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે.

2 એપ્રિલે ક્યાં આગાહી? 
ગીર સોમનાથ, અમરેલી ,ભાવનગર, સાબરકાંઠા
અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા
છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી
ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી

3 એપ્રિલે ક્યાં આગાહી? 
છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી
વલસાડ, દમણ, દાદરા નગર હવેલી

મહારાષ્ટ્ર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશ સર્જાતા પવનમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. તેના કારણે ગરમી અને માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે.

તો હવામાન વિભાગની આગાહીની અસર પણ ગુજરાતમાં દેખાવા લાગી છે. ડાંગ જિલ્લામાં કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે...સુરત, વાપી, વલસાડ અને નવસારીમાં કાળાદિબાંગ વાદળો દેખાઈ રહ્યા છે. ગમે ત્યારે વરસાદ તુટી પડે તેવી સંભાવના છે. વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. 

જો વરસાદ આવ્યો તો ગરમીથી શહેરીજનોને રાહત અવશ્ય મળશે...પરંતુ આ વરસાદ ખેડૂતો માટે નવી આફત લઈને આવશે તે નક્કી છે. હાલ કેરી અને ચીકુની સિઝન છે. આ બન્ને પાકમાં જો નુકસાન જશે તો કેરીની મીઠાશ લોકોને મોંઘી પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news