ફાગણ સુદ પૂનમ બે ભાગમાં વહેંચાઈ, અંબાજી મંદિરમાં હોલિકા દહનની જાહેર થઈ તારીખ
Ambaji Temple Holika Dahan : અંબાજી મંદિરમાં નિયમિત પૂનમ ભરનારા ભક્તો માટે મોટા સમાચાર... હોળી 13 માર્ચ કે 14 માર્ચે પ્રગટાવાશે તે જાણીને જ દર્શન માટે નીકળજો
Trending Photos
Holi 2025 : ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં પ્રગટાવાતી હોળીનું ખાસ મહત્વ હોય છે. ભક્તો દૂર દૂરથી આ દિવસે અંબાજીના દર્શન કરવા આવે છે. ત્યારે આ વર્ષે ફાગણ સુદ પૂનમ બે ભાગમાં વહેંચાયેલી હોવાથી ભક્તોમાં મોટું કન્ફ્યુઝન છે. તેથી અંબાજી મંદિર તરફથી હોળિકા દહન ક્યારે કરાશે તેની માહિતી આપવામાં આવી છે. ફાગણ સુદ પૂનમ 14 માર્ચે હોવા છતા અંબાજીમાં હોલિકા દહન 13 માર્ચે કરાશે. ફાગણ સુદ પૂનમ 13 તારીખે બપોરે શરૂ થઈ, 14 તારીખે બપોરે પૂર્ણ થશે. હોલિકા દહન સાંજે થતી હોવાથી 13 માર્ચે હોલિકા દહન થશે. હોલિકા દહન બાદ અંબાજી મંદિરમાં સાંજની આરતી થશે. અંબાજી માં નિયમિત પૂનમ ભરનારા શ્રદ્ધાળુઓ માટે 14 માર્ચની પૂનમ માન્ય રહેશે.
આ વખતે બે પુનમ છે
હોળી આમતો ફાગણ સુદ પુર્ણિમાનાં દિવસે પ્રગટાવવામાં આવે છે. પણ આ વખતે કેલેન્ડરમાં બે પુનમ એટલેકે તારીખ 13 અને 14 માર્ચ આમ બે દિવસ છે. જેમાં ફાગણ સુદ પુર્ણીમા 13 માર્ચે સવારે 10.35 પુનમ પ્રારંભ થઈ રહી છે, ને બીજા દિવસ તા.14 માર્ચે બપોરે 12.23 કલાકે પુનમ પુર્ણ થશે. હોળીકા દહન સંધ્યાકાળે પ્રગટાવવામાં આવતી હોવાથી આ વખતે અંબાજીમાં હોળી ફાગણ સુદ પુર્ણીમાનાં આગલા દિવસે 13 માર્ચે સાંજ નાં 07.00 કલાકે પ્રગટાવવામાં આવશે. સાથે અંબાજી મંદિર માં સાંજે 06.30 કલાકે થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ જ કરવામાં આવશે. જ્યારે અંબાજી મંદિર પુનમની આરતી 14 મી માર્ચે સવારે 6.00 કલાકે કરવામાં આવશે. આમ આ વખતે અંબાજી આવતા યાત્રિકોના બે પુનમની આરતીનો લાભ મળશે અને વ્રતની પુનમ તેમજ જે અંબાજી મંદિરમાં પુનમ ભરવા આવનારા માટે પુનમ 14 મી માર્ચે ગણાશે.
ભક્તોને બે પુનમનો લાભ મળશે
અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ ભતરભાઈ પાધ્યાએ જણાવ્યું કે, અંબાજી મંદિર પુનમની આરતી 14 મી માર્ચે સવારે 6.00 કલાકે કરવામાં આવશે. આમ આવખતે અંબાજી આવતા યાત્રિકોને બે પુનમની આરતીનો લાભ મળશે અને વ્રતની પુનમ તેમજ જે અંબાજી મંદિર મા પુનમ ભરવા આવનારા માટે પુનમ 14 મી માર્ચે ગણાશે હોળી આમતો ફાગણ સુદ પુર્ણીમા નાં દિવસે પ્રગટાવવામાં આવે છે. પણ આ વખતે કેલેન્ડરમાં બે પુનમ એટલેકે તારીખ 13 અને 14 માર્ચ આમ બે દિવસ છે. જેમાં ફાગણ સુદ પુર્ણીમા 13 માર્ચે સવારે 10.35 પુનમ પ્રારંભ થઈ રહી છે ને બીજા દિવસ તા.14 માર્ચે બપોરે 12.23 કલાકે પુનમ પુર્ણ થશે ને હોળીકા દહન સંધ્યાકાળે પ્રગટાવવા માં આવતી હોવાથી આ વખતે અંબાજી માં હોળી ફાગણ સુદ પુર્ણીમા નાં આગલા દિવસે 13 માર્ચે સાંજ નાં 07.00 કલાકે પ્રગટાવવામાં આવશે. સાથે અંબાજી મંદિર માં સાંજે 06.30 કલાકે થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ જ કરવામાં આવશે.જ્યારે અંબાજી મંદિર પુનમની આરતી 14 મી માર્ચે સવારે 6.00 કલાકે કરવામાં આવશે. આમ આવખતે અંબાજી આવતા યાત્રીકો ના બે પુનમની આરતીનો લાભ મળશે અને વ્રતની પુનમ તેમજ જે અંબાજી મંદિર મા પુનમ ભરવા આવનારા માટે પુનમ 14 મી માર્ચે ગણાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે