કચ્છથી Live Update : લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ, હુમલા બાદ મુખ્યમંત્રીએ બોલાવી ઈમરજન્સી બેઠક

Pakistan Attack On Kutch : કચ્છમાં વહેલી સવારે પાકિસ્તાને સરહદી વિસ્તારના ગામડાઓ પર ડ્રોનથી હુમલા કર્યાં... ભારતીય સેનાએ 3 ડ્રોનને તોડી પાડ્યા... સંવેદનશલી વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી લોકોની અવર જવર રોકવામાં આવી 

કચ્છથી Live Update : લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ, હુમલા બાદ મુખ્યમંત્રીએ બોલાવી ઈમરજન્સી બેઠક

Pakistan Drone Attack : પાકિસ્તાને ગુજરાતમાં ઘુસવાનો નાપાક પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. કચ્છમાં પાકિસ્તાને ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાનના બધા ડ્રોન હવામાં નષ્ટ કરી દેવામાં આવ્યા છે. હાલ ભુજમાં ભારતીય એરફોર્સ અને સેના બંને અલર્ટ પર છે. ત્યારે કચ્છમાં ડ્રોન હુમલાના પ્રયાસ બાદ ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ઈમરજન્સી બેઠક બોલાવી છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 10, 2025

 

ગાંધીનગરમાં તાત્કાલિક મળી બેઠક
પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છમાં વહેલી સવારે ડ્રોન હુમલા બાદ પાટનગર દોડતુ થયું છે. મુખ્યમંત્રીએ ઈમરજન્સી બેઠક બોલાવી છે. ભારત પાકિસ્તાન વચ્ચેની તંગદિલી ની પરિસ્થિતિમાં ગુજરાતના બોર્ડર વિસ્તારની સ્થિતિની સમીક્ષા બેઠક યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર બેઠક યોજાઈ છે. જેમાંગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ જોશી,અધિક મુખ્ય સચિવ,ગૃહ એમ.કે દાસ, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ સહિત સરકારના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. 

 

— Collector & DM, Kachchh (@collectorkut) May 10, 2025

કચ્છમાં એટેક બાદ ભુજમાં બજાર-મોલ બંધ
પાકિસ્તાનના ડ્રોન હુમલાના પ્રયાસ બાદ કચ્છમાં એલર્ટ જાહેર કરાયું છે. તાત્કાલિક અસર જોવા મળી છે. ભુજ શહેરમાં બજારો અને મોલ બંધ કરાવવામાં આવ્યા છે. વહીવટી તંત્રએ પણ લોકોને ઘરમાં રહેવા સૂચના આપી છે. પોલીસ દ્વારા બજારો બંધ કરવામાં આવી છે. વહેલી સવારે 3 ડ્રોન ભુજમાં નષ્ટ કરવામાં આવ્યા હતા.

  • કચ્છમાં વહેલી સવારે પાકિસ્તાનનું નાપાક કૃત્ય
  • સરહદી વિસ્તારના ગામડાઓ પર ડ્રોનથી હુમલા
  • નલિયા, લકી નાલા અને ભૂજ શહેરના આકાશમાં દેખાયા ડ્રોન
  • અબડાસા વિસ્તારની નાના ધ્રુફી ગામમાં પાકિસ્તાની ડ્રોન દેખાયું
  • એર ડિફેન્સ સિસ્ટમે ડ્રોન તોડી પાડ્યું
  • ભારતીય સેના ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો
  • વહેલી સવારે આવેલાા 3 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા
  • ભૂજના મિલિટરી ઈન્સ્ટોલેશન આસપાસ સુરક્ષા વધારાઈ
  • સંવેદનશલી વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી લોકોની અવર જવર રોકવામાં આવી
  • ડ્રોનનો કાટમાળ શોધવાના પ્રયાસ ચાલુ

કલેક્ટરની લોકોને અપીલ
કલેક્ટરે લોકોને સોશિયલ મીડિયા દ્વારા અપીલ કરી કે, ભારત પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલા તણાવ વચ્ચે કચ્છ કલેકટરે જિલ્લામાં તમામ નાગરિકોના ઘરમાં જ રહેવા સૂચના આપી છે. જેને લઈને કચ્છના ગ્રામીણ વિસ્તારમાં સવારે કાર્યરત રહેલા બજાર અને દુકાનોને પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવી રહ્યા છે. તો બીજી ટ્વિટમાં કહ્યું કે, સમગ્ર દિવસ દરમ્યાન કચ્છ જિલ્લાના તમામ નાગરીકોને ઘરમાં જ સુરક્ષિત રહેવા જણાવવામાં આવે છે.  નાગરિકો બિનજરૂરી બહાર ન નીકળે.રાત્રી દરમ્યાન પણ આપણે સૌ સ્વયંભૂ Blackoutનું સંપુર્ણપણે પાલન કરીએ. ગભરાવાની જરૂર નથી.વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરીએ.

કચ્છમાં વહીવટી તંત્ર મેદાને
કચ્છની સ્થિતિ વચ્ચે સ્થાનિક આગેવાનો અને વહિવટી તંત્ર મેદાને આવ્યું છે. સાંસદ વિનોદ ચાવડાએ સ્થાનિક આગેવાનો, વેપારી આગેવાનો અને કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી. તંગદિલી ભરી સ્થિતિને પહોંચી વળવા માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. વિનોદ ચાવડાએ કહ્યું, કચ્છ જિલ્લામાં એલર્ટ આપતા આજે કલેકટર કચેરી ખાતે બેઠક કરી. લોકો સ્વયંભૂ રીતે બ્લેકઆઉટ કરે તે માટે સમજણ આપી. સ્થાનિક આગેવાનો, વેપારી આગેવાનો અને કોર્પોરેટરો સાથે બેઠક કરી. લોકોએ ડરવાની જરૂર નથી, તંત્રને સાથ સહકાર આપે. ભારતીય સેના ડ્રોન અને મિસાઈલ હમલા સામે લડવા સક્ષમ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news