દેશી ટેકનિકથી ઠંડી રાખવામાં આવે છે ગુજરાતની આ સિવિલ હોસ્પિટલ, દર્દીઓને મળી ગરમીથી રાહત
Mehsana Civil Hospital : દિવસ અને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે મહેસાણા સિવિલ હોસ્પિટલ દ્વારા એક અલગ અને અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં જૂની પદ્ધતિ અપનાવી હોસ્પિટલમાં આવનાર દર્દીઓને ગરમીથી રાહત આપવામાં આવી રહી છે શું છે આ જૂની પદ્ધતિ અને કેવી રીતે વધતી જતી ગરમી વચ્ચે દર્દીઓને ગરમીથી રાહત આપવામાં આવી રહી છે જોઈએ આ અહેવાલમાં
Trending Photos
Mehsana News તેજસ દવે/મહેસાણા : સિવિલ હોસ્પિટલમાં દૂર દૂર થી દર્દીઓ સારવાર અર્થે આવે છે. ત્યારે આ દર્દીઓને ગરમીથી રાહત અપાવવા 17 કુલરો મુકાયા છે. દરેક વોર્ડ અને ઓપીડી સહિત વેટિંગ એરિયામાં કુલરો મુકાયા છે. કુલરમાં દૈનિક 100 કિલો જેટલો બરફનો ઉપયોગ કરાય છે. એટલું જ નહિ, સિવિલ હોસ્પિટલની છતો પર દેશી પદ્ધતિ મુજબ કંતાનો ભીના કરી મૂકવામાં આવે છે. દેશી પદ્ધતિ થકી લોકોને ગરમીથી રાહત મળી રહી છે. દેશી પદ્ધતિ અપનાવી મહેસાણા સિવિલ હોસ્પિટલ દર્દીઓને ગરમીથી છુટકારો અપાવવામાં સફળ નીવડી છે.
જ્યારે એસી-કુલર ન હતા, ત્યારે આ દેશી ટેકનિક કામ આવતી
રાજ્યમાં હાલમાં ગરમીનો પારો દિવસને દિવસે વધી રહ્યો છે, ત્યારે લોકો અસહ્ય ગરમી અને ઉકળાટથી બચવા એર કન્ડિશન અને કુલરોનો સહારો લઈ રહ્યા છે, ત્યારે મહેસાણા સિવિલ હોસ્પિટલ દ્વારા જૂની પદ્ધતિ અપનાવી છે. આ જૂની પદ્ધતિની વાત કરીએ તો હોસ્પિટલના ધાબા પર ભીના કંતાનો મૂકી દર્દીઓને અસહ્ય ગરમીથી રાહત આપવામાં આવી રહી છે. પહેલાના સમયમાં જ્યારે એર કન્ડિશન અને કુલરો ન હતા, ત્યારે કંતાનોને ભીના કરી અને માટીના લેપ પણ કરી ગરમીથી રાહત મેળવવામાં આવતી હતી. ત્યારે આધુનિક યુગમાં પણ આ જૂની પદ્ધતિ કારગર નીવડી છે. સાથે સાથે હોસ્પિટલના દરેક વોર્ડમાં કુલરો મૂકવામાં આવ્યા છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા હાલમાં તમામ બોર્ડ અને OPD, વેટિંગ એરીયા માં કુલ 17 જેટલા કુલરો મૂકવામાં આવ્યા છે અને આ કુલરોમાં દૈનિક 100 કિલો કરતાં પણ વધુ બરફ નાખવામાં આવે છે. જેથી હોસ્પિટલમાં આવનાર દર્દીઓ અને તેમના સગા ઓને ગરમીથી રાહત મળી રહે.
સિવિલ હોસ્પિટલ તંત્રની આ દેશી અને પદ્ધતિ ને હોસ્પિટલમાં સારવાર લેવા આવનાર દર્દીઓ તેમજ તેમના સગાઓ આવકારી રહ્યા છે અને પહેલા હોસ્પિટલમાં આવતા ત્યારે અસહ્ય ગરમી વેઠવાનો વારો આવતો હતો. પરંતુ હોસ્પિટલ તંત્રની આ પહેલ થકી હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલ દર્દીઓને ગરમીથી રાહત મળી છે અને તેમની સાથે રહેનાર તેમના સગાઓ પણ અસહ્ય ગરમી વચ્ચે ઠંડક મેળવી રહ્યા છે.
આમ તો ખાનગી હોસ્પિટલોમાં એર કન્ડિશન સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. પરંતુ ત્યાં સામાન્ય ગરીબ વર્ગના લોકો સારવાર અર્થે જઈ શકતા નથી મધ્યમ વર્ગના અને ગરીબ લોકો સરકાર દ્વારા બનાવેલ સરકારી હોસ્પિટલોમાં સારવાર લેવા જતા હોય છે, જે આમ તો આરોગ્યને લગતી તમામ વ્યવસ્થાઓ હોય છે. પરંતુ ક્યાંક દર્દીઓના વોર્ડમાં ગરમીથી બચવા પંખા સિવાય કોઈ અન્ય વ્યવસ્થા હોતી નથી ત્યારે મહેસાણા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા આ એક અલગ પહેલ કરી સારવાર લેવા આવનાર દર્દીઓને આ વધતા જતા ગરમીના પારાથી રાહત અપાવી છે અને મહેસાણા સિવિલ હોસ્પિટલની પ્રેરણા લઈ આવી અન્ય સરકારી હોસ્પિટલો પણ આ પ્રકારની દેશી પદ્ધતિ અને કુલરો ની વ્યવસ્થા કરે તો સારવાર લેવા આવનાર દર્દીઓ તેમજ તેમના સગાઓ ને આ વધતી જતી ગરમી થી રાહત મળી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે