'મારી પત્નીના કપડાં ખેંચીને અભદ્ર વર્તન કર્યું...', લુખ્ખા તત્વોએ ફરી નિકોલ પોલીસને ફેંક્યો પડકાર

Ahmdabad News: અમદાવાદમાં લુખ્ખા તત્વોએ ફરી એક નિકોલ પોલીસને પડકાર ફેંક્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. નિકોલમાંથી પરિવાર પસાર થઇ રહ્યું હતું ત્યારે એક એક્ટિવા ચાલકનું એક્ટિવા કાર સાથે અથડાઈ જતાં એક્ટિવા ચાલકોએ જાહેર રોડ પર પરિવારને બાનમાં લીધું હતું.

'મારી પત્નીના કપડાં ખેંચીને અભદ્ર વર્તન કર્યું...', લુખ્ખા તત્વોએ ફરી નિકોલ પોલીસને ફેંક્યો પડકાર

ઉદય રંજન/અમદાવાદ: સૌથી પહેલા અમે આપણે એક મોબાઈલ વિડીયો દેખાડી દઈએ પણ તેના શબ્દ સાંભળવી શકાય તેમ છે નહિ કેમ કે જેમાં અપશબ્દોનો ઉપયોગ સતત થઈ રહ્યો છે આ મોબાઈલ વિડીયો જે છે તે બરોબર નિકોલ પોલીસ સ્ટેશન બહાર નો જ છે અને આ લુખ્ખા તત્વો નું સાહસ તમે જોઈ શકો છો કે એક ફરિયાદી ને પોલીસ સામે જ ધમકાવી અને ગાળા ગાળી કરી રહયા છે, છતાં પર પોલીસ માત્ર મુક પ્રેક્ષક બનીને બેઠી છે.

તો મૂળ બનાવ એમ છે કે રક્ષાબંધનની રાત્રીએ ફરિયાદી પોતાના પત્ની અને બે બાળકો લઇને નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થઇ રહયા હતા. ત્યારે જ એક એક્ટિવા ચાલકે અને ફરિયાદીના કાર સાથે સામાન્ય ટકરાવ લગાવનો બનાવ બનવા પામ્યો હતો, પણ ફરિયાદી પરિવાર સાથે હોવા ના કારણે ત્યાંથી નીકળી ગયા હતા ત્યારે જ એક્ટિવ ચાલકે પીછો કરીને નિકોલના ભક્તિનગર સર્કલ પાસે આવી ફરિયાદીને કારને ઉભી રાખી ને ફરિયાદી સાથે બોલાચાલી કરી ઝગડો કરી કારનો કાચ તોડી ફરિયાદીના પત્નીના ટી-શર્ટમાં હાથ નાખ્યાનો આક્ષેપ ફરિયાદી દ્વારા કરવામાં આવ્યો છે આ બનાવ બન્યા બાદ ફરિયાદી નિકોલ પોલીસ સ્ટેશન ગયા ત્યારે પણ અમુક લુખ્ખા તત્વો પોલીસ ની સામે જ ફરિયાદી ને અપશબ્દ ભાંડયા હતા પણ પોલીસ કઈ જ ના કર્યું હતું.

આ સમગ્ર મામલે ફરિયાદી કલ્પેન બ્રહ્મભટ્ટ નિકોલ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવતા નિકોલ પોલીસે 10 થી 12 લુખ્ખા તત્વો માંથી માત્ર 3 ની ધરપકડ કરી ને સંતોષ મણિ લીધો હતો જેમાં નિકોલ પોલીસે કેતન વાઘેલા, હર્ષ પટેલ અને હેનીલ પટેલની ધરપકડ કરી છે.

નિકોલ પોલીસ ને વારંમ વાર લુખ્ખા તત્વો પડકાર ફેંકી રહયા છે કેમ કે થોડા દિવસ પહેલા પણ એક વાયો વૃદ્ધની દુકાનમાં આવા જ લુખ્ખા તત્વે તોડફોડ કરી હતી. જે સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થવા પામ્યો હતો અને હજુ સુધી તેનો મુખ્ય આરોપી પોલીસ ગિરફ્તથી દૂર છે ત્યાર ફરી એકવાર નિકોલ પોલીસને આવા જ લુખ્ખા પડકાર ફેંકી ગયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news