Morning Walk: નિયમિત સવારે 30 મિનિટ વોક કરવાથી શરીરને થતા 4 સૌથી મોટા લાભ વિશે જાણો
Morning Walk Benefits: તમે પણ સાંભળ્યું તો હશે સવારે વોક પર જવું જોઈએ. પરંતુ સવારે મોર્નિંગ વોક કરવાથી ખરેખર કેવા ફાયદા થાય છે તે ઓછા લોકો જાણે છે. ચાલો આજે તમને મોર્નિંગ વોક કરવાના લાભ વિશે જણાવીએ.
Trending Photos
Morning Walk Benefits: જો તમે જીમમાં હેવી એક્સરસાઇઝ કરવા નથી માંગતા તો ફક્ત 30 મિનિટની વોક પણ તમને મોટો ફાયદો કરી શકે છે. મોર્નિંગ વોક એકદમ સરળ એક્સરસાઇઝ છે. પરંતુ તેનાથી શરીર પર પોઝિટિવ અસર થાય છે. નિયમિત સવારે 30 મિનિટ માટે પણ જે વ્યક્તિ મોર્નિંગ વોક કરે છે તેની ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ ઇફેક્ટિવલી સુધરવા લાગે છે. મોર્નિંગ કરવી જોઈએ તેવી સલાહ તો તમને પણ મળી હશે પરંતુ આજે અમે તમને મોર્નિંગ વોક કરવાથી શરીરમાં કેવા ફેરફાર થશે તે જણાવીએ. આ ફાયદા વિશે જાણ્યા પછી તમે જાતે નક્કી કરી શકશો કે રોજ સવારે મોર્નિંગ વોક કરવી કે નહીં...
મોર્નિંગ વોક કરવાથી થતા ફાયદા
ફિઝિકલ ફિટનેસ સુધરે છે
સવારે ઝડપથી ચાલવાથી મેટાબોલિઝમ સુધરે છે અને શરીરમાં બ્લડ સારી રીતે ફ્લો થઈ શકે છે. તેનાથી ફિઝિકલ એક્ટિવિટી વધે છે અને કેલેરી ઝડપથી બળે છે. મોર્નિંગ કરવાથી સ્નાયુ મજબૂત થાય છે અને હાર્ટ હેલ્થ પર પોઝિટિવ અસર જોવા મળે છે. નિયમિત મોર્નિંગ વોક કરવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે અને ફેફસાની કાર્યક્ષમતા વધે છે.
મેન્ટલ હેલ્થ સુધરે છે
સવારે વોક કરવાથી મગજ રિલેક્સ થાય છે. સવારની શારીરિક ગતિવિધિ અને નેચરલ લાઈટના સંપર્કમાં આવવાથી એંડોર્ફિન હોર્મોન રીલીઝ થાય છે. જેના કારણે મન શાંત, સ્ટ્રેસ ફ્રી રહે છે.
સ્લીપ ક્વોલિટી
નિયમિત વ્યાયામ જેમાં સવારની 30 મિનિટની વોકનો પણ સમાવેશ થાય છે તેનાથી સ્લીપ ક્વોલિટી અને ડ્યુરેશન સુધરે છે. સવારના સમયે નેચરલ લાઇટના સંપર્કમાં આવવાથી સર્કાડિયન રીધમ કંટ્રોલ કરવામાં મદદ મળે છે જેના કારણે રાત્રે ઝડપથી ઊંઘ આવે છે અને સવારે ઊંઘ સરળતાથી ખુલવા લાગે છે.
ઈમ્યુનીટી બુસ્ટ થશે
જો તમે રેગ્યુલર મોર્નિંગ વોક કરવા લાગો છો તો શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થઈ જાય છે. મોર્નિંગ કરવાથી સફેદ રક્ત કોશિકા, એન્ટીબોડીઝ અને અન્ય પ્રતિરક્ષા ઘટકોનું ઉત્પાદન ઝડપથી વધે છે. તેનાથી સંક્રમણ અને બીમારીઓ સામે શરીરની રક્ષા થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે