ભારતના આ ગુજરાતી પરિવાર પાસે છે 28,000,000,000,000 લાખ કરોડ, અદાણીને પણ પાછળ છોડ્યા!
India Most Wealthy Family: અંબાણી પરિવાર ફરી એકવાર દેશના સૌથી ધનિક પરિવારોમાંનો એક બની ગયો છે. કુમાર મંગલમ બિરલા બીજા નંબરે છે અને જિંદાલ પરિવાર ત્રીજા નંબરે છે. દેશના 300 સૌથી વેલ્યૂએબલ પરિવારોની કુલ સંપત્તિ 140 લાખ કરોડ રૂપિયા (1.6 ટ્રિલિયન ડોલર) થી વધુ છે.
Trending Photos
India Most Wealthy Family: બાર્કલેઝ પ્રાઇવેટ ક્લાયન્ટ્સ હુરુન ઇન્ડિયાના મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બિઝનેસ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે પણ 2025 માં ભારતના સૌથી ધનિક પરિવારોમાં અંબાણી પરિવાર ટોચ પર છે. તેમનું બિઝનેસ વેલ્યુએશન 28 લાખ કરોડ છે, જે ભારતના GDP ના 12મા ભાગ જેટલું છે. તેમના પછી કુમાર મંગલમ બિરલાનો પરિવાર બીજા સ્થાને છે. તેમનું બિઝનેસ વેલ્યુએશન 1.1 લાખ કરોડના વધારા સાથે 6.5 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે.
નંબર વન પર અંબાણી પરિવાર
સૌથી મૂલ્યવાન પરિવારોની યાદીમાં અંબાણી પરિવાર ટોચ પર છે. બિઝનેસ વેલ્યુએશન 28 લાખ કરોડ છે, જે ભારતના GDPના 12મા ભાગ જેટલું છે. આ પછી કુમાર મંગલમ બિરલાના પરિવારનું નામ આવે છે, જેમનું બિઝનેસ વેલ્યુએશન 1.1 લાખ કરોડ વધીને 6.5 લાખ કરોડ થયું છે. જિંદાલ પરિવાર 1 લાખ કરોડના વધારા સાથે ત્રીજા નંબર પર છે. તેમનું બિઝનેસ વેલ્યુએશન 5.7 લાખ કરોડ છે.
ફર્સ્ટ જનરેશન ફેમિલી બિઝનેસમાં અદાણી પહેલા નંબર પર...
આ ઉપરાંત ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ પહેલી પેઢીના કૌટુંબિક વ્યવસાયમાં નંબર વન છે. અદાણી ગ્રુપે 14 લાખ કરોડ રૂપિયાના વ્યવસાયિક મૂલ્યાંકન સાથે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશના ૩૦૦ સૌથી વેલ્યૂએબલ પરિવારોની કુલ સંપત્તિ 140 લાખ કરોડ રૂપિયા (૧.૬ ટ્રિલિયન ડોલર) થી વધુ છે. આ દેશના કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) ના 40 ટકા સુધી છે.
પરિવારોની આવક કેટલી વધી?
રિપોર્ટ મુજબ આ વખતે અંબાણી પરિવારની સંપત્તિમાં ગયા વર્ષની સરખામણીમાં 10 ટકાનો વધારો થયો છે. ગૌતમ અદાણીના પરિવારને 'પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિક' તરીકે પારિવારિક ઉદ્યોગપતિઓમાં ટોચ પર સ્થાન આપવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ છેલ્લા એક વર્ષમાં કુમાર મંગલમ બિરલા પરિવારની સંપત્તિમાં 20 ટકાનો વધારો થયો છે, જે હવે 6.47 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.
યાદીમાં ઉમેરો થયો 100 નવા પરિવાર
ગત વખતની સરખામણીમાં આ યાદીમાં 100 નવા પરિવારોનો ઉમેરો થયો છે, ત્યારબાદ યાદીમાં 300 નામો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો તેમની મિલકતને એકસાથે ઉમેરવામાં આવે તો તે તુર્કી અને ફિનલેન્ડના સંયુક્ત GDP કરતાં વધુ છે જે 134 લાખ કરોડ રૂપિયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે