દેશના બે પ્રધાનમંત્રી જેમણે ક્યારેય લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવ્યો નહીં, જાણો આવું કેમ થયું?

Independence Day 2025: સ્વતંત્રતા દિવસે, ભારતના વડા પ્રધાન લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધન કરે છે. પરંતુ ભારતમાં એવા વડા પ્રધાનો થયા છે જેમને આ તક મળી નથી.

દેશના બે પ્રધાનમંત્રી જેમણે ક્યારેય લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવ્યો નહીં, જાણો આવું કેમ થયું?

નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસ ભારત માટે ગૌરવનો દિવસ છે. ભારતમાં દર વર્ષે 15 ઓગસ્ટે પ્રધાનમંત્રી લાલ કિલ્લાની પ્રાચીરથી તિરંગો ફરકાવે છે અને દેશને સંબોધન કરે છે. આ પરંપરા 1947થી ચાલી રહી છે, પરંતુ દેશના ઈતિહાસમાં એવા પ્રધાનમંત્રી રહ્યાં છે જેમને આ સન્માન ક્યારેય મળ્યું નથી. તેમાં બે નામ મુખ્ય છે ગુલઝારીલાલ નંદા અને ચંદ્રશેખર. આવો જાણીએ આ બંને પ્રધાનમંત્રીઓને કેમ આ તક ન મળી. તેની પાછળ શું કારણ હતું?
 
આ પ્રધાનમંત્રી ત્રિરંગો કેમ ન ફરકાવી શક્યા?
ગુલઝારીલાલ નંદા

ગુલઝારીલાલ નંદાને બે વાર દેશના કાર્યકારી પ્રધાનમંત્રી બનવાની તક મળી. પહેલી વાર 27 મે 1964ના રોજ પંડિત જવાહરલાલ નહેરુના મૃત્યુ પછી અને બીજી વાર 11 જાન્યુઆરી 1966ના રોજ લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ પછી. બંને વખતે, તેમણે ફક્ત વચગાળાના સમયગાળા માટે જ આ પદ સંભાળ્યું. બંને વખત તેમનો કાર્યકાળ ફક્ત થોડા અઠવાડિયા માટે જ હતો. પહેલી વાર લગભગ 13 દિવસ અને બીજી વાર પણ લગભગ 13 દિવસ. કારણ કે 15 ઓગસ્ટ તેમના કાર્યકાળ દરમિયાન આવ્યો ન હતો, તેથી તેમને ક્યારેય લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવવાની તક મળી નહીં.

ચંદ્રશેખર
ચંદ્રશેખર ભારતના આઠમાં પ્રધાનમંત્રી હતા, જેમણે 10 નવેમ્બર 1990થી 21 જૂન 1991 સુધી દેશની કમાન સંભાળી હતી. તેમનો કાર્યકાળ છ મહિનાથી થોડો વધુ હતો. આ દરમિયાન દેશમાં રાજકીય અસ્થિરતા હતા અને તેમની સરકાર કોંગ્રેસના સમર્થનથી ચાલી રહી હતી પરંતુ આ સરકાર વધુ સમય સુધી ન ચાલી સકી અને તેમણે પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. તેમના કાર્યકાળમાં ક્યારેય 15 ઓગસ્ટનો દિવસ ન આવ્યો, જેના કારણે તેઓ લાલ કિલાથી તિરંગો ફરકાવી શક્યો નહીં.

લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવવાનું ખાસ કારણ શું છે?
15 ઓગસ્ટ 1947 એ ઐતિહાસિક દિવસ છે જ્યારે ભારતે બ્રિટિશ શાસનના બંધનો તોડીને સ્વતંત્રતાની હવા શ્વાસ લીધી હતી. આ દિવસ માત્ર એક તારીખ નથી, પરંતુ લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન, સંઘર્ષ અને સમર્પણની ગાથા છે. લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવવો એ માત્ર એક પરંપરા નથી, પરંતુ તે દેશના લોકશાહી ગૌરવ અને સ્વતંત્રતાનું પ્રતીક છે. અહીંથી પ્રધાનમંત્રી સ્વતંત્રતા દિવસ પર દેશવાસીઓને સંબોધિત કરે છે અને આગામી વર્ષ માટે સરકારની નીતિઓનો બ્લુપ્રિન્ટ રજૂ કરે છે. 1947માં, પંડિત નેહરુએ પહેલી વાર ત્રિરંગો ફરકાવીને આ પરંપરા શરૂ કરી હતી, જે આજ સુધી દર વર્ષે અનુસરવામાં આવે છે. આ દિવસે, પંડિત જવાહરલાલ નેહરુએ દિલ્હીના લાલ કિલ્લા પર પહેલી વાર ત્રિરંગો ફરકાવ્યો હતો અને ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે વિશ્વ મંચ પર ઉભરી આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news