S-400 નહીં પરંતુ આ સસ્તા હથિયારોથી તોડી પાડ્યા હતા પાકિસ્તાનના 600થી વધુ ડ્રોન

ભારતે પાકિસ્તાનના ડ્રોન હુમલાની આંધીને કેવી રીતે રોકી અને હવામાં જ ધ્વસ્ત કરી તે કહાની ઓપરેશન સિંદૂર બાદ બંને દેશો વચ્ચે ચાલેલી ચાર દિવસની જંગનો સૌથી મોટો ચર્ચાનો વિષય રહ્યો છે. 

S-400 નહીં પરંતુ આ સસ્તા હથિયારોથી તોડી પાડ્યા હતા પાકિસ્તાનના 600થી વધુ ડ્રોન

પાકિસ્તાને ભારતમાં ડ્રોનનો વરસાદ કર્યો હતો પરંતુ તે પોતાના ઈરાદાઓમાં સફળ થઈ શક્યું નહીં. મળતી માહિતી મુજબ પાકિસ્તાને 600થી વધુ ડ્રોનનો વરસાદ કર્યો હતો. જેને  ભારતની મજબૂત એર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યા હતા. ટીઓઆઈના એક સમાચાર મુજબ ઓપરેશન સિંદૂરની તૈયારી સાથે ભારતે પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદે ઝડપથી આ રક્ષા કવચને પણ તૈનાત કર્યું હતું. 

રિપોર્ટ મુજબ ભારતે એક હજાર આસપાસ એડી ગન સિસ્ટમ અને 750 શોર્ટ એન્ડ મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ હતી. રડારથી લેસ આ સિસ્ટમ અલગ અલગ આકારના દુશ્મનના ડ્રોન અને મિસાઈલને નિશાન બનાવવા માટે તૈનાત કરાઈ હતી. અનેક તબક્કાવાળા આ એર ડિફેન્સ નેટવર્કને યુદ્ધ જેવી તૈયારીઓ હેઠળ એલર્ટ કરાઈ હતી. જેથી કરીને પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલોને હવામાં જ તોડી પાડી શકાય. 

આ મામલે સેનાના એક અધિકારીએ કહ્યું કે આ ઓપરેશન દ્વારા માત્ર સૈન્ય ઠેકાણાઓની કે સરકારી સંસ્થાનોની સુરક્ષા મજબૂત કરાઈ એવું નથી પરંતુ આ સાથે ડ્રોન હુમલાઓને ક્યારેય નિષ્ફળ ન કરી શકવાનો ભ્રમ પણ તોડી નાખ્યો. પાકિસ્તાનથી આવેલા અસંખ્ય ડ્રોનને ભારતની સ્વદેશી ટેક્નોલોજીથી લેસ એર ડિફેન્સ સિસ્ટમે ધ્વસ્ત કરી દીધા. 

પાકિસ્તાનની એવી ચાલ હતી કે વિસ્ફોટકોથી લદાયેલા આ ડ્રોનના અલગ અલગ ઝૂંડને છોડશે અને ભારત ગૂંચવાશે તથા તેની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પણ તેને ટ્રેક કરી શકશે નહીં. પરંતુ ભારતના એડી રડાર નેટવર્કે તેના મનસૂબા ધ્વસ્ત કર્યા. ભારતીય સેનાની સિસ્ટમે દેખાડી દીધુ કે તેઓ ઈચ્છે તો સરહદથી કોઈ ચકલું પણ પ્રવેશ કરી શકે નહીં. ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં આવા ડ્રોન હુમલાઓની આશંકા વચ્ચે જબરદસ્ત તૈયારી કરી છે. ભારત બે મોરચે એક સાથે જંગની સ્થિતિ માટે પણ પોતાની યુદ્ધ તૈયારીઓને મજબૂત કરી રહ્યું છે. પાકિસ્તાનની રણનીતિ ભારતને મજબૂત એર ડિફેન્સ ગ્રિડ, રિયલ ટાઈમ ઈન્ટેલિજન્સ માહિતી આપનારી સિસ્ટમ અને એરબેસને નિશાન બનાવવાની હતી. પરંતુ તેની ચાલ સફળ ન થઈ. 

પાકિસ્તાની ડ્રોનની આર્મીને ખતમ કરવા માટે એસ-400 ડિફેન્સ સિસ્ટમ કે Barak-8 MR-SAM ની મોંઘી મિસાઈલોનો ઉપયોગ થયો નથી. કે ન તો દર વખતે રડાર સિસ્ટમને એક્ટિવ રખાઈ. જેથી કરીને દુશ્મનને આવા ઈલેક્ટ્રોનિક સિગ્નલ્સ દ્વારા લોકેશન ન મળે. 

આજના હાઈટેક યુદ્ધમાં નબળા મનાતા એડી વેપન્સ સિસ્ટમ જેમ કે એલ-70 એન્ટી એરક્રાફ્ટ ગન, જેડયુ-23 એમએમ ડબલ બેરલ ગન અને અપગ્રેડેડ શિચિકા સિસ્ટમે જ દુશ્મનોનો કામ તમામ કરી દીધુ. આવા ઓછા અંતરના અને નીચાણવાળા વિસ્તારોમાં ઉડતા ડ્રોનને હવામાં જ ચકનાચૂર કરી નાખ્યા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news