Cracked Heels: ડ્રાય અને ફાટેલી એડી 7 દિવસમાં થઈ જશે ઠીક, રોજ રાત્રે ઘરે બનાવેલું આ તેલ લગાડવું
Home Remedy For Cracked Heels: આજે તમને એક એવું તેલ બનાવવાની રીત જણાવીએ જે ફાટેલી એડી માટે રામબાણ સાબિત થઈ શકે છે. આ તેલ એડી પર લગાડવાથી ગણતરીના દિવસોમાં ડ્રાય સ્કિન અને ફાટેલી સ્કિનની સમસ્યા દુર થઈ જશે.
Trending Photos
Home Remedy For Cracked Heels: એડી ફાટવી એક સામાન્ય સમસ્યા છે. મોટાભાગના લોકોને આ સમસ્યા શિયાળા દરમિયાન વધારે થાય છે. પરંતુ જો યોગ્ય સંભાળ લેવામાં ન આવે તો એની કોઈપણ ઋતુમાં એડી ફાટી જાય છે. એડી ફાટી જાય તો દુખાવો અને બળતરા રહે છે. એડી ફાટે પછી પણ યોગ્ય માવજત કરવામાં ન આવે તો સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. એડીમાં પડેલા ચીરામાંથી લોહી પણ નીકળી શકે છે અને તેમાં પાક પણ થઈ શકે છે. તેથી એડીની ત્વચા ડ્રાય થઈ ગઈ હોય અને ફાટવા લાગી હોય તો તેને રીપેર કરવા માટે આ વસ્તુનો ઉપયોગ કરો.
આજે તમને એવો નુસકો જણાવીએ જેની મદદથી ફાટેલી એડી મુલાયમ થઈ જશે. આ વસ્તુ લગાડવાનું શરુ કરશો એટલે થોડા દિવસોમાં જ એડીની ખરાબ થયેલી ત્વચા રીપેર થવા લાગશે. તો ચાલો જાણીએ ફાટેલી એડીને 7 દિવસમાંથી કેવી રીતે રીપેર કરવી.
ફાટેલી એડી માટે નુસખો
એડી ફાટી ગઈ હોય અથવા એડીની ત્વચા ડ્રાય રહેતી હોય તો એક હર્બલ ઓઇલ તૈયાર કરી લેવું. આ તેલ તૈયાર કરીને રોજ રાત્રે ફાટેલી એડી પર લગાડવું. આ તેલ લગાડવાની શરૂઆત કરશો એટલે સાતથી આઠ દિવસમાં સ્કીન સોફ્ટ થઈ જશે.
હર્બલ ઓઇલ બનાવવા માટે તલનું તેલ, લીમડાનું તેલ લેવું. તેમાં એલોવેરા જેલ, હળદર પાવડર, ચંદન પાવડર અને લીમડાનો પાવડર ઉમેરી ધીમા તાપે તેને ગરમ કરો. જ્યારે બધી જ વસ્તુના ઔષધીઓ ગુણ તેલમાં ભળી જાય તો તેલને ગાળી અને કાચની બોટલમાં ભરી લો.
તૈયાર કરેલું તેલ એડી પર લગાવીને 5 મિનિટ માલિશ કરવી. તેલ લગાડ્યા પછી કોટનના મોજા પહેરી લેવા અને આખી રાત તેલને એડી પર રહેવા દેવું. બીજા દિવસે સવારે હુંફાળા પાણીથી પગ સાફ કરવા. આ તેલ નિયમિત લગાડવાથી એડીની ફાટેલી ત્વચા ઝડપથી રીપેર થાય છે અને સોફ્ટ બની જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે