માત્ર 15 દિવસમાં બંધ થઈ જશે ખરતાં વાળ, કમાલનો છે આ હોમિયોપેથિક નુસ્ખો
Home Remedy To Stop Hair Fall: વાળ ખરવાં તે સામાન્ય સમસ્યા બની ગઈ છે. તેવામાં જો તમે તેનાથી પરેશાન છો તો હોમિયોપેથિક ડોક્ટરડોક્ટરનો એક દેશી નુસ્ખો તમારી મદદ કરી શકે છે. આવો આ વિશે જાણીએ.
Trending Photos
hair fall remedy: આજના સમયમાં કેટલીક સમસ્યા સામાન્ય બની ગઈ છે, જેમાંથી એક છે ખરતાં વાળ. તેનાથી લગભગ ઘણા લોકો પરેશાન છે. હેર ફોલને રોકવા માટે લોકો અનેક ઉપાય અજમાવે છે, પરંતુ તેમાં ઘણીવાર કોઈ ફાયદો થતો નથી.
15 દિવસમાં ખતરા વાળ થઈ જશે બંધ
તેવામાં જો તમે તેનો કોઈ વિકલ્પ શોધી રહ્યાં છો તો હોમિયોપેથિક ડોક્ટરનો એક નુસ્ખો તમારી મદદ કરી શકે છે. તાજેતરમાં હોમિયોપેથિક ડોક્ટર ઉમંદ ખુરાનાએ ઈન્સ્ટાગ્રામ પર વાતનો દાવો કર્ય છે કે આ નુસ્ખો અપનાવવાથી 15 દિવસમાં ખરતાં વાળ બંધ થઈ જશે.
આ વસ્તુની પડશે જરૂર
તે માટે તમારે 200 ગ્રામ રોજમેરી લીવ્સ, 50 ગ્રામ ચોખા, તલની જરૂર પડશે. સૌથી પહેલા રોજમેરીના પાન લેવાના છે અને તેને 2 ગ્લાસ પાણીમાં ચોખા અને તલની સાથે મિક્સ કરી ઉકાળવાના છે. ધ્યાનમાં રહે તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધુ ન રહી જાય.
કઈ રીતે લગાવશો
હવે પાણી અડધુ રહી જાય તો તેને નીચે ઉતારી ઠંડુ કરી લેવાનું છે. હવે સૂતા પહેલા આ પાણીને તમારા વાળમાં લગાવી લો અને સવારે વાળને સાદા પાણીથી ધોઈ લો.
થોડા દિવસમાં જોવા મળશે અસર
તમારે સારા પરિણામ માટે તેનો ઉપયોગ 15 દિવસ સુધી કરવાનો છે. ત્યારબાદ તમારા વાળમાં તેની અસર જોવા મળશે. હકીકતમાં તેને લગાવવાથી બ્લડ સર્કુલેશન વધે છે. સાથે વાળ ઝડપથી વધવા લાગે છે. એટલું જ નહીં વાળ ખરવાના બંધ થઈ જાય છે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે