Dry Hair: ડ્રાય વાળમાં આ વસ્તુ સાથે મિક્સ કરી લગાડો દૂધ, વાળ થઈ જશે સુપરસોફ્ટ અને શાઈની

Milk Home Remedies: શું તમારા વાળ જરૂર કરતા વધારે ડ્રાય છે ? વાળ ધોયા પછી પણ ફ્રીઝી દેખાય છે ? તો તમારી સમસ્યાનું સમાધાન દૂધ છે. દૂધનો આ રીતે ઉપયોગ કરવાથી વાળ સુપરસોફ્ટ થઈ જશે.
 

Dry Hair: ડ્રાય વાળમાં આ વસ્તુ સાથે મિક્સ કરી લગાડો દૂધ, વાળ થઈ જશે સુપરસોફ્ટ અને શાઈની

Milk Home Remedies: વાળમાં ડ્રાઈનેસ થવાના અલગ અલગ કારણ હોઈ શકે છે. વાળ ડ્રાય હોય તો દેખાવમાં ખરાબ લાગે છે અને વાળ ધીરે ધીરે ડેમેજ થવા લાગે છે. જો તમારા વાળ ધોયા પછી પણ ડ્રાય અને ફ્રીઝી રહેતા હોય તો તેને મુલાયમ કરવાની જરૂર છે. વાળને સોફ્ટ અને શાઈની કરવા માટે વ્યક્તિઓ સ્પા સહિતની મોંઘી ટ્રીટમેન્ટ કરાવે છે. પરંતુ જો તમારે વધારે ખર્ચ વિના વાળને સુંદર બનાવવા હોય તો તેના માટે દૂધ સૌથી બેસ્ટ છે. દૂધ વાળમાં લગાડવાથી વાળ મુલાયમ થઈ જાય છે. આજે તમને જણાવીએ કે દૂધમાં કઈ કઈ વસ્તુ ઉમેરીને વાળમાં લગાડવામાં આવે તો વાળ સુપર સોફ્ટ થઈ જાય છે. 

દૂધ વાળ અને સ્કીન બંને માટે ફાયદાકારક છે. દૂધને યોગ્ય રીતે વાળમાં લગાડવામાં આવે તો અસર પહેલી વારથી જ દેખાવા લાગે છે. તો ચાલો તમને જણાવીએ ડ્રાય વાળમાં કેવી રીતે દૂધ લગાડી શકાય. 

ડ્રાય વાળ માટે દૂધનો ઉપયોગ કેવી રીતે કરવો ? 

દૂધ અને મધ 

વાળ માટે દૂધ અને મધનું માસ્ક સૌથી બેસ્ટ છે. તેના માટે એક વાટકીમાં દૂધ લઈ તેમાં 2 ચમચી મધ મિક્સ કરો. હવે આ મિશ્રણને વાળના મૂળથી લઈને વાળના છેડા સુધી લગાડો. 30 મિનિટ સુધી વાળમાં દૂધ લગાવી રાખો અને પછી પાણીથી તેને સાફ કરો. આ માસ્ક લગાડવાથી વાળ એટલા સોફ્ટ થઈ જશે તમે વારંવાર વાળમાં હાથ ફેરવતા રહેશો. 

દૂધ અને ઈંડા 

દૂધ અને ઈંડાનું હેર માસ્ક વાળમાં લગાડવાથી વાળને પ્રોટીન મળે છે અને વાળના મૂળને પોષણ મળે છે. તેના માટે એક વાટકીમાં થોડું દૂધ લઈ તેમાં એક ઈંડું મિક્સ કરો. હવે આ મિશ્રણને વાળમાં લગાડો અને 40 મિનિટ સુધી રાખો. ત્યાર પછી વાળને પાણીથી સાફ કરો. વાળમાં ચમક આવી જશે. વાળમાં ઈંડા અને દૂધનું માસ્ક લગાડવાનો ફાયદો એ પણ છે કે તેનાથી વાળ સોફ્ટ પણ થશે અને વાળ મજબૂત પણ થઈ જશે. 

કેળા અને દૂધ 

ફ્રીઝી વાળને સોફ્ટ બનાવવા માટે દૂધ અને કેળા પણ ઉપયોગી છે. તેનાથી વાળના મૂળને અને વાળને પોષણ મળે છે. આ માસ્ક બનાવવા માટે એક પાકેલું કેળું લઈ તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટમાં થોડું દૂધ ઉમેરો. આ માસ્કને વાળમાં સારી રીતે લગાવો અને 30 થી 45 મિનિટ માટે રાખો. ત્યાર પછી વાળને શેમ્પુ કરી લો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news