Prediction 2025: જૂન મહિનામાં તબાહીના સંકેત, ગ્રહોના અત્યંત અશુભ યોગ સર્જી શકે છે મહાયુદ્ધ જેવી સ્થિતિ, સામે આવી ખતરનાક ભવિષ્યવાણી

Prediction 2025 India: જૂન મહિનામાં ક્યારેય ન સર્જાય હોય એવો ભયંકર અશુભ યોગ સર્જાયો છે. ગ્રહ નક્ષત્રોની જે અશુભ સ્થિતિઓ સર્જાય છે તે ભયાનક સંકેત કરે છે. આ સમય દરમિયાન ભયંકર આપદા આવવાના સંકેત મળે છે.
 

Prediction 2025: જૂન મહિનામાં તબાહીના સંકેત, ગ્રહોના અત્યંત અશુભ યોગ સર્જી શકે છે મહાયુદ્ધ જેવી સ્થિતિ, સામે આવી ખતરનાક ભવિષ્યવાણી

Prediction 2025 India: વર્ષ 2025 ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખાસ છે. આ વર્ષમાં શનિ ગ્રહએ રાશિ પરિવર્તન કર્યું છે. ત્યારબાદ ગુરુ ગ્રહનું ગોચર થયું છે. આ વર્ષમાં રાહુ અને કેતુએ પણ રાશિ બદલી છે. વર્ષ 2025 ના શરુઆતના 5 મહિના દરમિયાન ગ્રહ ગોચરની અશુભ સ્થિતિના કારણે દુનિયાભરમાં ભારે તબાહી જોવા મળી. ભારત સહિત દુનિયાભરમાં આગ, ભૂકંપ, યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા. પહલગામમાં થયેલા આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

હવે જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો જૂન અને જુલાઈ મહિનામાં જે ભયંકર યોગ સર્જાશે તેના કારણે મહાયુદ્ધ જેવી સ્થિતિ સર્જાવાની આશંકા વધી છે. પ્રખ્યાત ભવિષ્યવક્તા બાબા વેંગા, નાસ્ત્રેદમસ એ વર્ષ 2025 માં યુદ્ધ, મહામારી, કુદરતી આપદાઓની ભવિષ્યવાણી કરેલી છે. ત્યારે જીવીત નાસ્ત્રેદમસ કહેવાતા નિકોલસ ઓજુલાએ પણ યુદ્ધની ભવિષ્યવાણી કરી છે.

જૂન 2025 માં મહાયુદ્ધ ?

હાલ ગુરુ અતિચારી છે, ત્યારબાદ કેતુ અને રાહુએ રાશિ બદલી ત્યારબાદ કોરોના મહામારી ફરી એકવાર ફેલાવા લાગી છે. મંગળ અને રાહુ એ પણ અશુભ ષડાષ્ટક યોગ બનાવ્યો છે. રાહુ અને મંગળનો ષડાષ્ટક યોગ યુદ્ધ અને આગ જેવી સ્થિતિ ભડકાવે છે. 

જૂન મહિનામાં ખપ્પર યોગ પણ બન્યો છે જે તબાહી સર્જી શકે છે. 7 ઓક્ટોબર સુધી ખપ્પર યોગ રહેશે. ષડાષ્ટક યોગ અને ખપ્પર યોગ દુનિયામાં મહાયુદ્ધ થવાના સંકેત કરે છે. માનવામાં એવું પણ આવે છે કે હાલ ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ એવી બની છે જે મહાભારતના યુદ્ધ સમયે હતી. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news