એક બિરયાનીના કારણે પલટી ગઈ મેચ... રવિ શાસ્ત્રીએ એવું શું કહ્યું કે ગુસ્સે થઈ ગયો શમી, પૂર્વ કોચનો મોટો ખુલાસો

Indian Cricket Team: ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વિશે એક રસપ્રદ કિસ્સો શેર કર્યો. તેમણે કહ્યું કે, જ્યારે મોહમ્મદ શમીને બિરયાની માટે અટકાવવામાં આવ્યો ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને ભારતીય ફાસ્ટ બોલરે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. શાસ્ત્રીએ કહ્યું કે મેચ પૂરી થયા પછી, શમીએ પોતાના અનોખા અંદાજમાં કહ્યું કે ,તમારે મને આ રીતે ગુસ્સે કરવો જોઈએ. જાણો શું છે આખી કહાની.

એક બિરયાનીના કારણે પલટી ગઈ મેચ... રવિ શાસ્ત્રીએ એવું શું કહ્યું કે ગુસ્સે થઈ ગયો શમી, પૂર્વ કોચનો મોટો ખુલાસો

Indian Cricket Team: ભારતના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ તાજેતરમાં મોટો ખુલાસો કર્યો હતો કે, તેમણે 2018માં દક્ષિણ આફ્રિકામાં ભારત માટે મેચ વિજેતા સ્પેલ ફેંકવા માટે મોહમ્મદ શમીને 'ઉશ્કેર્યો' હતો. સિરીઝમાં 0-2 થી પાછળ રહેતા ભારત પાસે વ્હાઇટવોશ ટાળવાની તક હતી. ટીમે એક મુશ્કેલ પીચ પર  ચોથી ઇનિંગમાં 241 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. દક્ષિણ આફ્રિકા ચોથા દિવસે ચાના સમય સુધી વિજય તરફ આગળ વધી રહ્યું હતું. તેમની પાસે સાત વિકેટ બાકી હતી અને જીતવા માટે 104 રનની જરૂર હતી. મેચ ખૂબ જ રોમાંચક હતી, પરંતુ શાસ્ત્રીએ એવું કંઈક કર્યું જેણે બધાને હેરાન કરી દીધા.

શમીને આવ્યો હતો ગુસ્સો
રવિ શાસ્ત્રીએ લંચમાં શમીને બિરયાનીની એક મોટી પ્લેટ ખાતા જોયો અને તેને પૂછ્યું કે, શું તેની બધી ભૂખ ખોરાકથી જ શાંત થઈ ગઈ છે. સોની સ્પોર્ટ્સ દ્વારા શેર કરવામાં આવેલ એક વીડિયોમાં શાસ્ત્રીએ ખુલાસો કર્યો કે, "આ જોહાનિસબર્ગમાં મેચનો છેલ્લો દિવસ હતો. તે મેચ મુશ્કેલ હતી. તે મેચના છેલ્લા દિવસે દક્ષિણ આફ્રિકાને 240 રનની જરૂર હતી. અંતમાં તેમને ફક્ત 100 રન બનાવવા હતા. આઠ વિકેટ હાથમાં હતી. આ લંચનો સમય હતો અને હું શમીની પ્લેટ પાસેથી પસાર થતાં જ તેની પાસે બિરયાનીનો એક મોટો ભાગ હતો."

શાસ્ત્રીએ ખોલ્યું રાજ
શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, "શમીએ મને કહ્યું કે - લઈ લો પ્લેટ. નથી જોઈતી બિરયાની, ભાડમાં ગઈ બિરયાની. તે ગુસ્સે થઈ ગયો." પૂર્વ ભારતીય બોલિંગ કોચ ભરત અરુણે પણ આ ઘટના પછી શાસ્ત્રી સાથેની પોતાની વાતચીત શેર કરી અને જણાવ્યું કે, કેવી રીતે તત્કાલીન ભારતીય કોચે શમીને ગુસ્સમાં છોડી દીધો અને મેદાન પર તેના પ્રદર્શનથી પ્રતિક્રિયા આપવા માટે કહ્યું હતું. અરુણે વીડિયોમાં કહ્યું કે, "રવિ મારી પાસે આવ્યો અને કહ્યું - તે (શમી) ગુસ્સે છે, તેને આમ જ છોડી દો. જો કોઈ વાત કરવી છે, તો બોલો કે થોડી વિકેટ લઈને બતાવો. ગુસ્સે થવું એક વાત છે, પરંતુ તે ગુસ્સાને તમારી બોલિંગમાં લાવવો બીજી વાત છે."

Ravi Shastri & Bharat Arun drop a gem on Mohammed Shami, form, and… BIRYANI. 👀

Watch 'Bharat Chale Chalo, Kahani 21-22 ki' only on Sony Sports Network TV channels & Sony LIV.… pic.twitter.com/1RpouJhKlg

— Sony Sports Network (@SonySportsNetwk) June 17, 2025

શમીએ પલટાવી દીધી હતી મેચ
શમીએ ચાના સમય પછી એક મેચ બદલનાર સ્પેલ ફેંક્યો. તેમણે 12.3 ઓવરમાં 28 રન આપીને 5 વિકેટ લીધી. જેના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ 144/3ના સ્કોરથી 177 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે મેચ 63 રનથી જીતી લીધી અને વ્હાઇટવોશ ટાળ્યો. જ્યારે શમી પોતાન સનસનાટીભર્યા સ્પેલ પછી ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો, ત્યારે શાસ્ત્રીએ તેને બિરયાનીની મોટી પ્લેટ ઓફર કરી. જવાબમાં ફાસ્ટ બોલરે તેના કોચને કહ્યું કે, જો ફરીથી આવી જ પરિસ્થિતિ ઊભી થાય તો તેને ફરીથી ગુસ્સે કરે.

ફાસ્ટ બોલરને ફરી મળી બિરયાની
શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, "રમત પૂરી થઈ ગઈ. તે આવ્યો અને અરુણે જઈને કહ્યું કે- બિરયાની લઈ લો, હવે જેટલું જોઈએ તેટલું ખાઓ. આના પર શમીએ કહ્યું કે, મને દર વખતે ગુસ્સો કરાવો, પછી હું ઠીક થઈ જઈશ. ટિપિકલ શમી." શમી પોતાની ફિટનેસ સમસ્યાઓના કારણે આગામી ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ માટે ભારતની ટીમનો ભાગ નથી. શમીએ પોતાના કરિયરમાં અત્યાર સુધી 64 ટેસ્ટમાં 27.71ની સરેરાશથી 229 વિકેટ લીધી છે. આમાં છ પાંચ વિકેટનો હોલ સામેલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news