Champions Trophy 2025 : ફાઈનલ પહેલા ભારતને મોટો ઝટકો...વિરાટ કોહલી ઈજાગ્રસ્ત, ન્યુઝીલેન્ડ સામે રમવા પર સસ્પેન્સ
Virat Kohli Injured : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ 9 માર્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ ટાઇટલ મેચમાં ભારતીય ટીમનો મુકાબલો ન્યુઝીલેન્ડ સાથે થશે. આ ફાઈનલના એક દિવસ પહેલા જ ભારતીય ચાહકો માટે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થયો છે.
Trending Photos
Virat Kohli Injured : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલને હવે ગણતરીના કલાકો બાકી છે. પરંતુ આ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. મોટી મેચ પહેલા ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થયો છે. આ સમાચાર આવતા જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. હવે દરેકના મનમાં સવાલ છે કે વિરાટ કોહલીનું નામ 9 માર્ચે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં હશે કે નહીં.
કોહલી કેવી રીતે થયો ઈજાગ્રસ્ત ?
ફાઈનલ મેચ પહેલા બંને ટીમો દુબઈમાં પરસેવો પાડી રહી છે. પરંતુ આ દરમિયાન વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થયો છે, જેના કારણે બધાના શ્વાસ અટકી ગયા છે. મીડિયાના અહેવાલ મુજબ કોહલી પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. સમાચાર અનુસાર, વિરાટ કોહલી બેટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તેને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.
પ્રેક્ટિસ છોડવી પડી
રિપોર્ટ અનુસાર, ફાસ્ટ બોલ વિરાટ કોહલીના ઘૂંટણ પર વાગ્યો હતો. જે બાદ તેણે પ્રેક્ટિસ છોડવી પડી હતી. ભારતીય ટીમના ફિઝિયો દ્વારા ICC ક્રિકેટ એકેડમીમાં કોહલીને સારવાર આપવામાં આવી હતી. વિરાટ લાંબા સમય સુધી પ્રેક્ટિસમાં પાછો આવ્યો નહોતો. ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી દરમિયાન ઘૂંટણના દુખાવાના કારણે કોહલીને ટીમ છોડવી પડી હતી.
વિરાટ ફાઇનલમાં રમશે ?
વિરાટ કોહલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર ફોર્મમાં છે. તેણે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 84 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ પહેલા તેણે પાકિસ્તાન સામે શાનદાર સદી ફટકારી હતી. હવે તેની ઈજાએ ચારે તરફ ગભરાટ ફેલાવ્યો છે, પરંતુ રાહતની વાત એ છે કે કોહલીની ઈજા વધારે મોટી નથી. રિપોર્ટમાં ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફને ટાંકીને કહેવામાં આવ્યું છે કે વિરાટ કોહલી ફાઈનલ માટે સંપૂર્ણપણે ફિટ છે અને એક્શનમાં જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે