VIDEO: ગ્રાઉન્ડ ફ્લોર પર આવીને લિફ્ટ અટકી પડી, વૃદ્ધ સહિત 4 લોકો ફસાયાં
સુરતના પાલ આરટીઓ સામેના સિલિકોન લક્ઝરિયાની એ વિંગમાં સોમવારે રાત્રે ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટ બંધ પડી જતાં 4 વ્યક્તિ ફસાઈ ગઈ હતી. ફાયરની ટીમે સાધનોની મદદથી લિફ્ટનો દરવાજો ખોલી 63 વર્ષીય હિતેન્દ્ર શાહ, 66 વર્ષીય સુરેશ પટેલ, 37 વર્ષીય શ્રીકુંજ શાહ અને 48 વર્ષીય રાકેશભાઈને બહાર કાઢી લીધા હતા.