VIDEO: અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની કરી જાહેરાત! જુઓ ક્યારથી લાગુ પડશે...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું છે કે હવે આગામી સમયથી ભારતમાંથી આવતાં સામાન પર 25 ટકા ટેરિફ લાગશે. ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં તેઓ ભારતની મુલાકાતે પણ આવી શકે છે. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતે તેના મોટાભાગના શસ્ત્રો અને અન્ય લશ્કરી સાધનો રશિયા પાસેથી ખરીદ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે ચીનની સાથે, ભારત પણ રશિયન તેલના સૌથી મોટા ખરીદદારોમાંનો એક છે. જ્યારે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે રશિયા યુક્રેનમાં લોકોની હત્યા બંધ કરે, તો આ બધી બાબતો સારી નથી. ટ્રમ્પે આગળ લખ્યું, 'તેથી જ ભારતે 1 ઓગસ્ટથી 25 ટકા ટેરિફ અને દંડ ચૂકવવો પડશે.'