VIDEO: મહેસાણાના સાંથલમાં રામજી મંદિરમાં ચોરી! જુઓ CCTVના દ્રશ્યો
હવે તસ્કરો મંદિરોને પણ બાકાત રાખતા નથી, મહેસાણા જિલ્લાના સાંથલમાં રામજી મંદિરમાં ચાંદીનો હાર, છત્તર, આભૂષણની ચોરી કરી હતી. આ ચોરીની ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટેલી આ ઘટનાથી સાંથલમાં ચકચાર મચી ગઈ છે. તસ્કરોએ મંદિરને ટાર્ગેટ બનાવ્યું છે તો લોકોના ઘરને પણ નિશાન બનાવી શકે તેવો ભય લોકોમાં સતાવી રહ્યો છે.