વડોદરા: સાવલી પોલીસ સ્ટેશનના PIની જબરી દાદાગીરી, કાયદાના રક્ષક થઈ પોતે જ કાયદો તોડ્યો, જુઓ Video
સાવલી પોલીસ સ્ટેશનના PI જે યુ ગોહિલની ફરી દાદાગીરી આવી સામે. પોતાની ખાનગી કારમાં જઈ રહેલા PI ગોહિલે ઇકો ચાલકને માર્યો માર. ઇકો ચાલક પર રિવોલ્વર તાણી PI હોવાનો રોફ ઝાડ્યો. દુમાડ ગામ નજીક બની હતી ઘટના. કાર ઓવરટેક કરવા બાબતે PI અને યુવક વચ્ચે થઈ હતી માથાકૂટ. પોલીસે PI સામે કાર્યવાહી કરવાના બદલે યુવક કાર્તિક ભોઈ સામે જ ગુનો નોંધ્યો. કાયદાના રક્ષક PI ગોહિલે જ તોડ્યો કાયદો. પોતાના પોલીસ સ્ટેશનની હદ ન હોવા છતાં PI ગોહિલ યુવકને પકડીને દુમાડ પોલીસ ચોકી લઈ આવ્યા. કાર્તિક ભોઈએ PI ગોહિલ વિરુદ્ધ મંજુસર પોલીસ સ્ટેશનમાં આપી અરજી. અગાઉ પણ પોલીસ સ્ટેશનમાં યુવકને ઢોર માર માર્યો હોવાના PI ગોહિલ પર થયા હતા આક્ષેપ