પાકિસ્તાનના અંતની આવી ગઈ તારીખ? જ્યોતિષીઓએ જણાવ્યું ક્યારે થશે દુશ્મન દેશનો ખાતમો

Jyotish Predictions for Pakistan: જ્યોતિષાચાર્યોએ પાકિસ્તાન અંગે એક ભયંકર ભવિષ્યવાણી કરી છે. ગ્રહોની ચાલ અને જ્યોતિષીય ગણતરીઓના આધારે દુશ્મન દેશ પર ભયંકર સંકટ મંડરાઈ રહ્યું છે. 

પાકિસ્તાનના અંતની આવી ગઈ તારીખ? જ્યોતિષીઓએ જણાવ્યું ક્યારે થશે દુશ્મન દેશનો ખાતમો

ભારતની સેનાએ પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. ઓપરેશન સિંદૂરે સમગ્ર પાકિસ્તાનમાં ખળભળાટ મચાવી દીધો છે. હવે આવામાં અનેક જ્યોતિષાચાર્યોએ પાકિસ્તાન અંગે ભયંકર  ભવિષ્યવાણી કરી છે. આ ભવિષ્યવાણીમાં કહેવાયું છે કે પાકિસ્તાનનો અંદ જલદી થવાનો છે. કેટલાક પ્રસિદ્ધ જ્યોતિષાચાર્યોનો દાવો છે કે એક વિશેષ ગ્રહ-નક્ષત્રોનો યોગ આવનારા સમયમાં પાકિસ્તાન માટે વિનાશકારી સાબિત થઈ શકે છે. 

આવી એક વિશેષ તારીખ!
આ ભવિષ્યવાણીમાં કહેવાયું છે કે એક વિશેષ તારીખ સુધીમાં પાકિસ્તાન દુનિયાના નક્શામાંથી મીટાઈ શકે છે અથવા તો તેનું વર્તમાન સ્વરૂપ સંપૂર્ણ રીતે બદલાઈ શકે છે. જો કે આ એક જ્યોતિષીય દ્રષ્ટિકોણ છે. જેને વૈજ્ઞાનિકોની પુષ્ટિ મળી નથી. પરંતુ તેની ચર્ચા સોશિયલ મીડિયા અને જનમાનસમાં ઝડપથી ફેલાઈ રહી છે. આ પ્રકારની ભવિષ્યવાણીઓ જ્યાં લોકોની જીજ્ઞાસા વધારે છે ત્યાં તેના રાજનીતિક અને સામાજિક પ્રભાવ પણ ઊંડા હોઈ શકે છે. તેમાં કહેવાયું છે કે પાકિસ્તાનમાં આવનારા સમયમાં પાણી અંગે ત્રાહિમામ મચવાનો છે. 

ભારતની પ્રગતિ
જ્યોતિષાચાર્યોના જણાવ્યાં મુજબ ભારતની કુંડળી વૃષભ લગ્નની છે. ભારતની કુંડળીમાં હાલ  સૂર્યની અંતર્દશા ચાલુ છે અને સૂર્ય કુંડળીમાં ચોથા ભાવનો સ્વામી છે. આ સાથે જ ચંદ્રમાની દશામાં સૂર્યની અંતર્દશા ભારતની કુંડળીમાં છે. આવામાં જ્યોતિષ શાસ્ત્રના જાણકારોનું કહેવું છે કે સપ્ટેમ્બર 2025માં ભારતની ખ્યાતિ વધશે અને આ સમય ભારતના ભાગ્યોદયનો રહેશે. 

આ સાથે જ ચંદ્રમાની દશામાં સૂર્યની અંતર્દશા ભારતની કુંડળીમાં છે. આવામાં જ્યોતિષ શાસ્ત્રના જાણકારોનું કહેવું છે કે સપ્ટેમ્બર 2025માં ભારતની ખ્યાતિ વધશે અને આ સમય ભારતના ભાગ્યોદયનો રહેશે. 

 Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાજિક અને ધાર્મિક આસ્થાઓ પર આધારિત છે.  ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તેના માટે કોઈ એક્સપર્ટની સલાહ લો. )

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news