ઇસને અપને આદમી કો મારા હે, ઇસ કો ભી માર ડાલો... શિવરંજની અકસ્માત કેસમાં આરોપી પર મૃતકના સગાનો હુમલો
Ahmedabad News: અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રવિવારની મધરાત્રે એક કાર ચાલકે બે એક્ટીવા ચાલકને હડફેટે લેતા બે યુવાનના મોત થયા હતા. કારચાલકને કોર્ટમાં રજૂ કરવા સમયે મૃતકના સગાએ આરોપી પર હુમલો કર્યો હતો. હુમલો કરનાર મૃતકના સગા અને મિત્રોની કારંજ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Trending Photos
ઉદય રંજન/ અમદાવાદ: અમદાવાદના સેટેલાઇટના શિવરંજની વિસ્તારમાં રવિવારની મધરાત્રે એક કાર ચાલક રોહન સોની દ્વારા અસ્ક્માત સર્જતા એક્ટીવા ચાલક બે યુવક અકરમ અલ્તાફ કુરેશી તથા અશફાક ઝાફર હુશેનના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. ત્યારે એન ટ્રાફિક પોલીસ દ્વારા કાર ચાલક રોહન સોનીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
કોર્ટ નીચે મૃતક અકરમ અલ્તાફ કુરેશી તથા અશફાક ઝાફર હુશેનના સગા અને મિત્રોએ અક્સ્માત કેસના આરોપી રોહન સોની પર એન ટ્રાફિક પોલીસની કસ્ટડીમાં જ હુમલો કરી માર મારવામાં આવ્યો હતો. આ અંગે એન ટ્રાફિક પોલીસ દ્વારા કારંજ પોલીસ સ્ટેશનમાં સમગ્ર બનાવ બાબતે ફરિયાદ નોંધાવી હતી.
મૃતકનો બદલો લેવા આરોપી પર હુમલો
કરંજે પોલીસે માર મારવાના અને હુમલો કરવાના કેસમાં વીડિયોમાં દેખતા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને વીડિયોના આધારે ઓળખ કરવાની શરૂઆત કરી હતી. જ્યારબાદ સામે આવ્યું હતું કે, મૃતક અકરમ અલ્તાફ કુરેશી મિત્રો આદિલ યુસુફ શેખ, સાહીદ મિર્ઝા તથા અશફાક ઝાફર હુશેનના સાળા ઉજેફ લિયાકતભાઇ અજમેરી આયમન અને આરીફ હુસૈન થાય છે, જેમણે મૃતકનો બદલો લેવા અને રોષમાં આવીને આરોપી રોહન સોની પર હુમલો કર્યો હતો.
'ઇસને અપને આદમી કો મારા હે'
કારંજ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બે સાળા અને બે મિત્રોની ધરપકડ કરી છે અને પૂર્વ આયોજિત કાવતરૂ કર્યું હતું કે શું તે દિશામાં તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, હુમલો કરવા સમયે હુમલો કરનાર આરોપીઓ બોલી રહ્યા હતા કે ઇસને અપને આદમી કો મારા હે, ઇસ કો ભી માર ડાલો ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે પોલીસની હાજરી અને પોલીસના કબજામાં આ પ્રકારે હુમલો કરવો કેટલોક યોગ્ય છે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે