8th Pay Commission: પેન્શનર્સને લાગશે 'લોટરી'! ફિટમેન્ટથી ડબલ થશે પેન્શન, ખિસ્સામાં સીધા વધશે ₹1,12,500

8th Pay Commission: આઠમાં પગાર પંચથી પેન્શનર્સને કેટલો ફાયદો  થશે, જો ફિટમેન્ટ ફેક્ટર 1.90 રહ્યું તો શું મહત્તમ પેન્શન ₹2.37 લાખ થઈ જશે? પેન્શનમાં 90 ટકાના બંપર ઉછાળાનું આખુ ગણિત અને કેલ્ક્યુલેશન અહીં સરળ  ભાષામાં સમજો. 

8th Pay Commission: પેન્શનર્સને લાગશે 'લોટરી'! ફિટમેન્ટથી ડબલ થશે પેન્શન, ખિસ્સામાં સીધા વધશે ₹1,12,500

દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓ આઠમાં પગાર પંચ લાગૂ થવાની રાહ જોઈ બેઠા છે. સૂત્રોનું માનીએ તો આ વખતે સરકાર ફિટમેન્ટ ફેક્ટર અંગે એક એવો નિર્ણય લઈ શકે છે જેનાથી પેન્શનર્સને પણ મોજ પડી શકે છે. ચર્ચા છે કે નવા પગાર પંચમાં 1.90-1.92 નક્કી થઈ શકે છે. 

આ નંબર સાંભળતા જ ભલે સાતમાં પગાર પંચના 2.57થી ઓછું લાગે પરંતુ તેની અસર એટલી જબરદસ્ત હશે કે પેન્શનમાં સીધી રીતે 90 ટકાનો ઉછાળો આવી શકે છે. જી હા. એક નિર્ણયથી મહત્તમ બેઝિક પેન્શન 2 લાખના આંકડાને સરળતાથી પાર કરીને ₹2.37 લાખ સુધી પહોંચી શકે છે. તો ચાલો આજે આ 1.90 ફિટમેન્ટ ફેક્ટરના ગણિતને બરાબર સમજીએ અને જાણીએ કે તમારા પેન્શનમાં અસલમાં કેટલો મોટો વધારો થવાનો છે. 

સૌથી પહેલા સમજો- શું છે આ ફિટમેન્ટ ફેક્ટરનો ખેલ?
ફિટમેન્ટ ફેક્ટર એક જાદુઈ મલ્ટીપ્લાયર છે . જ્યારે પણ નવું પગાર પંચ આવે છે ત્યારે વર્તમાન બેઝિક પગાર કે બેઝિક પેન્શનને આ નંબર સાથે ગુણવામાં આવે છે. તેનાથી જે રકમ નીકળે છે તે તમારું નવું  બેઝિક પેન્શન કે પગાર હોય છે. સાતમાં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું. 

તેનો અર્થ એ હતો કે છઠ્ઠાં પગાર પંચ હેઠળ જે બેઝિક પેન્શન હતું તેને સીધુ 2.57 સાથે ગુણવામાં આવ્યું. જેના કારણે પેન્શનમાં એક મોટો ઉછાળો જોવા મળ્યો હતો. 

પેન્શન કેવી રીતે નક્કી થાય?
આપણે આગળ ગણતરી કરીએ તે પહેલા એ જાણવું જરૂરી છે કે પેન્શન કેવી રીતે નક્કી થાય. એક કર્મચારી રિટાયર થતા પહેલા જે અંતિમ બેઝિક સેલરી લેતો હોય તે સૌથી મહત્વપૂર્ણ હોય છે. સામાન્ય રીતે અંતિમ બેઝિક સેલરીના 50 ટકા ભાગ બેઝિક પેન્શન તરીકે મળે છે. દાખલા તરીકે જો કોઈ કર્મચારી રિટાયરમેન્ટ સમયે 50,000 રૂપિયાના બેઝિક સેલરી પર હતો તો તેનું  બેઝિક પેન્શન 25,000 રૂપિયા માસિક હશે. 

સાતમાં પગાર પંચ હેઠળ વર્તમાન પેન્શન
ન્યૂનતમ બેઝિક પેન્શન 9000 રૂપિયા માસિક
- મહત્તમ બેઝિક પેન્શન- ₹1,25,000 માસિક (તે કેબિનેટ સચિવના મહત્તમ વેતન ₹2,50,000 ના 50 ટકા છે. 

આઠમાં પગાર પંચમાં પેન્શન વધારાનું આખું ગણિત (ફિટમેન્ટ ફેક્ટર 1.90)
હવે જો આઠમાં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.90 લાગૂ કરાય તો તમારું પેન્શન કેટલું વધશે?

ફોર્મ્યુલા 
નવો બેઝિક પેન્શન = વર્તમાન બેઝિક બેન્શન x 1.90
તેનો સીધો અર્થ એ થયો કે તમારા વર્તમાન બેઝિક પેન્શનમાં સીધે સીધો 90 ટકાનો વધારો થશે. 

ગણતરી ટેબલ- તમારું નવું પેન્શન કેટલું હશે? (1.90 ફિટમેન્ટ ફેક્ટર આધારે)

વર્તમાન પેન્શન (સાતમું પગાર પંચ) નવું બેઝિક પેન્શન (જો ફિટમેન્ટ 1.90 હોય તો) પેન્શનમાં સીધો વધારો
     
₹9,000 (લઘુત્તમ) ₹17,100 ₹8100
₹15,000 ₹28,500 ₹13,500
₹25,000 ₹47,500 ₹22,500
₹40,000 ₹76,000 ₹36,000
₹75,000 ₹1,42,500 ₹67,500
₹1,00,000 ₹1,90,000 ₹90,000
₹1,25,000 (મહત્તમ) ₹2,37,500 ₹1,12,500

(નોંધ- આ ફક્ત બેઝિક પેન્શનની અંદાજિત ગણતરી છે. તેની ઉપર મોંઘવારી ભથ્થું (ડીએ) અલગથી મળશે)

શું 1.90નું ફિટમેન્ટ ફેક્ટર શક્ય છે
જો કે 1.90નો આંકડો સાતમાં પગાર પંચના 2.57 થી ઓછો છે. પરંતુ તેની પાછળ એક તર્ક એ આપવામાં આવી રહ્યું છે કે સરકાર ડીએ મર્જર બાદ એક સંતુલિત વધારો કરવા માંગશે. આ આંકડો કર્મચારી સંગઠનોની માંગણી (3.68) થી ઘણો ઓછો છે. પરંતુ જો તે લાગૂ થાય તો પણ પેન્શનમાં એક મોટો અને સન્માનજનક  વધારો જોવા મળશે. 

જેમ કે ટેબલથી સ્પષ્ટ થાય છે કે મહત્તમ બેઝિક પેન્શન મેળવનારા પેન્શનમાં એક ઝટકે ₹1,12,500 નો વધારો થઈ શકે અને તેમનો માસિક આંકડો ₹2.37 લાખને પાર કરી જશે. આ કોઈ લોટરીથી કમ નથી. 

Conclusion
આઠમાં પગાર પંચ અંગે અટકળોનું બજાર ગરમ છે. પરંતુ 1.90 ફિટમેન્ટ ફેક્ટરની ચર્ચા પેન્શનર્સ વચ્ચે એક નવી આશા જગાવી રહી છે. આ નંબર  ભલે નાનો હોય પરંતુ તેની અસર ખુબ મોટી છે. તે પેન્શનમાં લગભગ બમણા વધારાનો વાયદો કરે છે. જે લાખો પેન્શનર્સના જીવનમાં એક નવી આર્થિક સુરક્ષા અને ખુશહાલી લાવશે. હવે બધાની નજર સરકારની અધિકૃત જાહેરાત પર છે, પરંતુ જો આ આંકડો હકીકત બને તો તે પેન્શનર્સ માટે એક ઐતિહાસિક ભેટ હશે. 

(FAQs) કેટલાક સામાન્ય પ્રશ્નો

પ્રશ્ન1- આઠમાં પગાર પંચની ભલામણો ક્યારથી લાગૂ થઈ શકે છે?
જવાબ-1 તેની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગૂ થવાની શક્યતા છે. 

પ્રશ્ન 2- લેવલ મર્જરનો અર્થ શું છે?
જવાબ 2- તેનો અર્થ છે કે બે કે તેનાથી વધુ વર્તમાન પે લેવલને મર્જ કરીને એક નવું પે લેવલ બનાવવું. 

પ્રશ્ન 3- લેવલ મર્જરથી સૌથી મોટો ફાયદો શું થશે?
જવાબ 3- નીચલા લેવલના કર્મચારીઓના બેઝિક પગારમાં એક ઝટકે મોટો પગાર વધારો થઈ શકે છે. 

પ્રશ્ન 4- શું લેવલ મર્જરથી પ્રમોશન જલદી થશે?
જવાબ 4- હાં લેવલની સંખ્યા ઘટવાથી પ્રમોશનની પ્રક્રિયા તેજ થઈ શકે છે. 

પ્રશ્ન 5- શું આ પ્રસ્તાવ ફાઈનલ થઈ ગયો છે?
જવાબ 5- ના. હાલ આ ફક્ત એક પ્રસ્તાવ છે. અંતિમ નિર્ણય આઠમાં પગાર પંચની ભલામણો બાદ થશે. 

(અહેવાલ-સાભાર ઝી બિઝનેસ હિન્દી)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news