જન્માષ્ટમીની રજાઓમાં નહીં થાવ બોર, OTT પર રિલીઝ થવાની છે નવી નવી ફિલ્મો અને વેબ સીરીઝ, આ રહ્યું લીસ્ટ

Independence Day Week: આ વર્ષે 15 ઓગસ્ટ પર 3 દિવસનું લોન્ગ વીકેન્ડ આવે છે. 3 દિવસની રજાઓમાં જો તમે ક્યાંય ફરવા ન જવાના હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આ 3 દિવસની રજાઓમાં તમે ઓટીટી પર નવી નવી ફિલ્મો અને વેબ સીરીઝ જોઈ શકશો. કારણ કે આ વખતે ઓગસ્ટ મહિનામાં દમદાર ફિલ્મો અને વેબ સીરીઝ રિલીઝ થવાની છે. 
 

જન્માષ્ટમીની રજાઓમાં નહીં થાવ બોર, OTT પર રિલીઝ થવાની છે નવી નવી ફિલ્મો અને વેબ સીરીઝ, આ રહ્યું લીસ્ટ

Independence Day Week: 14 ઓગસ્ટે વોર 2 અને કુલી ફિલ્મ રિલીઝ થવાની છે અને સાથે જ 15 ઓગસ્ટ સમયમાં ઓટીટી પર પણ કેટલીક નવી ફિલ્મો અને વેબ સીરીઝ જોવા મળશે. આ રજાઓમાં તમે ઘરે બેઠા પરિવાર સાથે આ ફિલ્મો જોવાની મજા માણી શકો છો. 

ઓગસ્ટ મહિનાના લોન્ગ વીકેન્ડ પર ઓટીટી પર પોલિટીકલ ડ્રામા, સસ્પેંસ, થ્રિલર, એકશન, એનિમેટેડ, હોરર સહિતની વેબ સીરીઝ અને ફિલ્મો રિલીઝ થશે. અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર કઈ કઈ સીરીઝ રિલીઝ થવાની છે ચાલો તમને આખું લીસ્ટ જણાવી દઈએ. જેથી તમે તમારી પસંદ અનુસાર રજાઓમાં ફિલ્મો માણી શકો.

આયરન મેન એન્ડ હીઝ ઔસમ ફ્રેંડ

12 ઓગસ્ટ થી જિયોહોટસ્ટાર પર એનિમેટેડ સીરીઝ આયરન મેન એન્ડ હીઝ ઔસમ ફ્રેંડ સ્ટ્રીમ કરવામાં આવી છે. આ ફિલ્મમાં શાનદાર એનીમેશન છે અને મજેદાર કોમેડી જોવા મળે છે. 

એલિયન : અર્થ

જિયોહોટસ્ટાર પર એલિયન ફિલ્મ રિલીઝ થઈ છે. આ ફિલ્મ સાયન્સ ફિકશન હોરર ડ્રામા છે. ફિલ્મ રહસ્યમય અંતરિક્ષ યાન પૃથ્વી પર દુર્ઘટનાગ્રસ્ત થાય છે અને પછી જે હલચલ મચે છે તે જોવા લાયક છે. 

કોર્ટ કચેરી 

સોની લીવ પર 13 ઓગસ્ટે કોર્ટ કચેરી રિલીઝ થયું છે. આ એક કોર્ટરુમ ડ્રામા છે.

સારે જહાં સે અચ્છા

13 ઓગસ્ટે નેટફ્લિક્સ પર જાસૂસી થ્રિલર સીરીઝ સારે જહાં સે અચ્છા રિલીઝ થઈ છે. આ સીરીઝમાં પ્રતીક ગાંધીએ ભારતીય જાસૂસની ભુમિકા નિભાવી છે. 

બટરફ્લાય સીઝન 1

પ્રાઈમ વીડિયો પર 13 ઓગસ્ટે બટરફ્લાય સીઝન 1 રિલીઝ છે. આ એક જાસૂસી થ્રિલર સિરીઝ છે. આ સીરીઝ ઈમોશન અને થ્રિલરનું કોમ્બીનેશન છે. 

તેહરાન

14 ઓગસ્ટે ઝી 5 પર તેહરાન ફિલ્મ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ મુખ્ય ભુમિકામાં છે. આ ફિલ્મ રુસ અને યુક્રેની યુદ્ધ અને તેના પ્રભાવોથી પ્રેરીત છે. આ એક રાજનીતિક થ્રિલર ફિલ્મ છે. 

અંધેરા

જો તમને હોરર વેબ સીરીઝ જોવાનો શોખ છે તો પ્રાઈમ વીડિયો પર પ્રાજક્તા કોલીની અંધેરા સીરીઝ રિલીઝ જોઈ લેજો. ફરહાન અખ્તર દ્વારા નિર્મિત અંધેરા સીરીઝમાં ભાવિશ પાટિલ, સુરવીન ચાવલા, પ્રાજક્તા કોલી, પ્રિયા બાપટ, વત્સલ શેઠ મુખ્ય ભુમિકામાં જોવા મળશે. આ સીરીઝ 14 ઓગસ્ટથી સ્ટ્રીમ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news