Relationship Tips: જો પાર્ટનર તમારી સાથે કરે આવી હરકત તો તુરંત કરી લેવું Break Up, નહીં તો જીવનભર થશે પસ્તાવો

Relationship Tips: રિલેશનશિપમાં જ્યારે ટોકિંગ સ્ટેજ ચાલતું હોય ત્યારે પાર્ટનરની કેટલીક વાતો પર ધ્યાન આપવું જોઈએ. જો પાર્ટનર શરુઆતમાં આવી હરકતો કરે તો તે સમયે જ બ્રેકઅપ કરી લેવું જોઈએ. જો આવું ન કરવામાં આવે તો આગળ જતા પસ્તાવાનો વારો આવી શકે છે. 
 

Relationship Tips: જો પાર્ટનર તમારી સાથે કરે આવી હરકત તો તુરંત કરી લેવું Break Up, નહીં તો જીવનભર થશે પસ્તાવો

Relationship Tips: જ્યારે કોઈ નવા સંબંધની શરુઆત થાય છે તો સંબંધોને લઈ અનેક અપેક્ષાઓ હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના સંબંધો હેલ્ધી રહે, સંબંધો જીવનભરનો સાથ બની જાય. સંબંધોની શરુઆતમાં સમસ્યા થાય તો પણ પ્રયત્ન કરવામાં આવે છે કે સંબંધ સુધરે અને તેનો અંત ન આવે. પરંતુ એક્સપર્ટ જણાવે છે કે જ્યારે સંબંધોની શરુઆતમાં પાર્ટનર કેટલીક હરકતો કરે તો તેને સહન કરવાની ભુલ ન કરવી. આવી હરકતો પાર્ટનર કરે તો સંબંધોનો અંત કરી દેવો જોઈએ. 

રિલેશનશીપની શરુઆત ટોકિંગ ફેઝથી થાય છે. જ્યારે બે લોકો એકબીજા સાથે કલાકો સુધી વાતચીત કરતા રહે છે અને કંટાળતા પણ નથી. આ સમયે જો પાર્ટનરના વર્તનમાં આ પ્રકારની હરકતો દેખાય તો તેને ઈગ્નોર ન કરો. આવી હરકતો શરુઆતમાં તો સામાન્ય લાગશે પરંતુ તે સૌથી મોટા રેડ ફ્લેગ ગણાય છે. 

આ હરકતોને ઈગ્નોર ન કરો

એક્સપર્ટ અનુસાર સંબંધોની શરુઆતમાં જ્યારે પાર્ટનર બરાબર રીતે વાત ન કરે. તમારી વાતમાં રસ ન ધરાવે કે પછી તમારા પ્રશ્નનો જવાબ જડતાથી આપે તો આ સંબંધોને ત્યાંજ પુરા કરી દેવા. જ્યારે સામેની વ્યક્તિને વાત કરવામાં પણ રુચિ ન હોય તો સંબંધ લાંબા ચાલે નહીં. આવા સંબંધ આગળ જતા વન સાઈડેડ બની જાય છે. 

જો સામેની વ્યક્તિને તમારા માટે લાગણી હશે તો તેને પણ તમારી સાથે વાતો કરવાની, તમારી સાથે ઈમોશનલી કનેક્ટ થવાની આતુરતા હશે. જો આવો ઉત્સાહ સામેની વ્યક્તિમાં ન હોય તો સમજી લેવું કે પ્રેમ એકતરફથી જ છે. 

આ સિવાય જો તમારો પાર્ટનર તમારી વાતોને ઈગ્નોર કરે. કોઈ પ્રશ્ન પુછો તો ગુસ્સે થઈ જાય અથવા જવાબ દેવાનું ટાળે તો આ આદતને ઈગ્નોર ન કરો. શક્ય છે કે તે કોઈ વાત છુપાવતા પણ હોય. 

જો તમારો પાર્ટનર વારંવાર તમારું અપમાન કરે, નાની વાતમાં પણ ગુસ્સો કરે, દોષ તમારા પર નાખે તો તેનાથી પણ સમય રહેતા દુર થઈ જવું. આ વ્યક્તિ આગળ જતા જીવન મુશ્કેલ કરી શકે છે. 
 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news