સટ્ટાબાજી એપની જાળમાં ફસાયો ક્રિકેટર સુરેશ રૈના! EDએ શરૂ કરી પૂછપરછ
Suresh Raina : ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈના સટ્ટાબાજી એપ કેસમાં ફસાયો છે. ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્સ અને પ્લેટફોર્મના પ્રમોશન સંબંધિત કેસમાં ED એક્શનમાં આવી છે. સુરેશ રૈના ED સમક્ષ હાજર થયા છે, જ્યાં તેની પૂછપરછ ચાલી રહી છે.
Trending Photos
Suresh Raina : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન સુરેશ રૈનાને 13 ઓગસ્ટના રોજ પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દિલ્હી ઓફિસમાં બોલાવવામાં આવ્યો હતો. સુરેશ રૈના બુધવારે ED ઓફિસ પહોંચ્યો હતો, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલો સટ્ટાબાજી એપ્લિકેશન 1xBet સાથે સંબંધિત છે.
માહિતી અનુસાર, છેલ્લા કેટલાક સમયથી EDએ ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ્સ સામે તપાસ વધુ તીવ્ર બનાવી છે. ED પ્રતિબંધિત સટ્ટાબાજી પ્લેટફોર્મ 1xBet, FairPlay, Parimatch, Lotus365 માટે ફિલ્મ હસ્તીઓ અને ક્રિકેટરો દ્વારા કરવામાં આવતી જાહેરાતો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
આ પ્લેટફોર્મ્સ માટેની જાહેરાતોના કિસ્સામાં ED પહેલાથી જ હરભજન સિંહ અને યુવરાજ સિંહ જેવા ભૂતપૂર્વ ક્રિકેટરો તેમજ સોનુ સૂદ અને ઉર્વશી રૌતેલા જેવા ફિલ્મ હસ્તીઓની પૂછપરછ કરી ચૂકી છે. સુરેશ રૈનાને ગયા વર્ષે ડિસેમ્બરમાં સટ્ટાબાજી એપ્લિકેશનનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો હતો.
સુરેશ રૈનાની ભૂમિકાને સટ્ટાબાજી કંપની દ્વારા રિસ્પોન્સિબલ ગેમિંગ એમ્બેસેડર તરીકે નામ આપવામાં આવ્યું હતું અને એવું કહેવામાં આવ્યું હતું કે તે અમારા બ્રાન્ડના એવા પહેલા એમ્બેસેડર છે. સટ્ટાબાજી કંપનીએ એમ પણ કહ્યું હતું કે તેની સાથેની અમારી ભાગીદારી રમતગમતના સટ્ટાબાજી ચાહકોને જવાબદારીપૂર્વક સટ્ટો લગાવવા માટે પ્રોત્સાહિત કરશે.
1xBetનો સમગ્ર મામલો શું છે ?
ભારતમાં 1xBet, FairPlay, Parimatch અને Lotus365 જેવા સટ્ટાબાજી પ્લેટફોર્મ પર પ્રતિબંધ છે. EDના સૂત્રો કહે છે કે આ સટ્ટાબાજી પ્લેટફોર્મ તેમની જાહેરાતોમાં 1xbat અને 1xbat Sporting Lines જેવા ઉપનામોનો ઉપયોગ કરી રહ્યા છે. આ જાહેરાતોમાં ઘણીવાર QR કોડ હોય છે, જે યુઝર્સને સટ્ટાબાજી સાઇટ્સ પર રીડાયરેક્ટ કરે છે.
જે ભારતીય કાયદાનું ઉલ્લંઘન છે. આવા સટ્ટાબાજી પ્લેટફોર્મ માટે જાહેરાત કરતી સેલિબ્રિટીઓને નોટિસ જાહેર કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પ્લેટફોર્મ ઘણીવાર પોતાને કૌશલ્ય-આધારિત ગેમિંગ પ્લેટફોર્મ તરીકે પ્રમોટ કરે છે, પરંતુ તેઓ નકલી અલ્ગોરિધમનો ઉપયોગ કરીને સટ્ટાબાજી જેવી વસ્તુઓ કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે