એક નહીં અનેક રોગની દવા છે આ કાળા દાણા, પાચન માટે તો અમૃત છે, ખાવાથી સાંધાના દુખાવા પણ મટશે
Black cumin seeds Benefits: કેટલીક કાળી વસ્તુઓ આપણા શરીર માટે વરદાન સમાન સાબિત થાય છે. આવા જ કાળા દાણા છે કલૌંજીના જે શરીરને અનેક લાભ કરે છે. આ દાણા બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવાની સાથે પાચન સુધારે છે અને હાર્ટને પણ હેલ્ધી રાખે છે.
Trending Photos
Black cumin seeds Benefits: ભારતીય મસાલા દુનિયાભરમાં પ્રખ્યાત છે. આપણે ત્યાં એવા અનેક મસાલા છે જે ભોજનનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય સુધારવામાં પણ ઉપયોગી છે. એટલે કે ભારતીય મસાલા ભોજનનો સ્વાદ વધારનાર તો છે જ પરંતુ સાથે જ ઔષધી તરીકે પણ ઉપયોગમાં લેવાય છે.
આપણા રસોડામાં ડાયાબિટીસ કંટ્રોલ કરી શકે તેવા મસાલા, બીપી નોર્મલ રાખવામાં મદદ કરે તેવા મસાલા, હાર્ટને હેલ્ધી રાખે તેવા મસાલા પણ છે. બસ જરૂરી છે તેના વિશેની યોગ્ય જાણકારી હોય. આવો જ એક મસાલો છે કલૌંજી. કલૌંજી જેને કાળું જીરું પણ કહેવાય છે તેનો ઉપયોગ અથાણામાં, શાકમાં કરવામાં આવે છે.
કાળુ જીરું જેને કલૌંજી પણ કહેવામાં આવે છે તે ઔષધી તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. કલૌંજીમાં સોજો ઉતારતા ગુણ હોય છે. રોજ તેનું સેવન કરવામાં આવે તો સાંધાના દુખાવાથી રાહત મળી શકે છે. કલૌંજીનો ઉપયોગ પારંપરિક ચિકિત્સામાં વર્ષોથી કરવામાં આવે છે. આ દાણાનો ઉપયોગ કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓ, શ્વસન રોગ, સ્કિન પ્રોબ્લેમમાં પણ લાભ થાય છે.
કલૌંજીમાં થાઈમોક્વિનોન હોય છે જે ઓક્સીડેટિવ સ્ટ્રેસ અને સોજાને ઘટાડવાનું કામ કરે છે. તે એક નેચરલ એન્ટી ઓક્સીડન્ટ છે. કલૌંજીમાં ફાઈબર હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. તેનું સેવન કરવાથી હાર્ટ હેલ્ધી રહે છે. કલૌંજીના દાણા ગેસને કંટ્રોલ કરે છે.
કલૌંજી ખાવાથી થતા લાભ
1. કલૌંજીનું સેવન કરવાથી કબજિયાત મટે છે. કારણ કે તેનાથી પાચન દુરસ્ત થાય છે. કલૌંજીના દાણા આંતરડાની આઈનિંગને પ્રોટેક્ટ કરે છે અને આંતરડાનો સોજો કંટ્રોલ કરે છે. કલૌંજી ખાવાથી બાઉલ મૂવમેંટ સુધરે છે.
2. આ મસાલો ખાવાથી હાડકા મજબૂત થાય છે, દુખાવો મટે છે અને સોજા ઉતરે છે. કલૌંજીથી હાડકાનો દુખાવો ઓછો થઈ જાય છે.
3. કલૌંજીનું સેવન કરવાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે. તેમાં રહેલા ફ્રી રેડિકલ્સ સંક્રમણથી બચાવે છે. આ મસાલો રોજ લેવાથી બીમારીઓ થવાનું જોખણ ઘટી જાય છે.
4. અડધી ચમચી કલૌંજી રોજ પાણી સાથે લેવામાં આવે તો બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. કારણ કે તેનાથી ઈંસુલિનનું ઉત્પાદન નેચરલી થાય છે.
5. કલૌંજીનું સેવન કરવાથી સ્કિન અને વાળની હેલ્થ સુધરે છે. તેનું સેવન કરવાથી ઈંફ્કેશનથી બચાવ થાય છે. એક્ઝિમા અને સિરોસિસ જેવી બીમારીમાં આ મસાલો રાહત કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે