500 રૂપિયાની નોટ હવે બંધ થઈ જશે? જાણો કેમ થઈ રહી છે ચર્ચા, સિક્કા-નોટો છાપવામાં કેટલો થાય છે ખર્ચ
500 Rs Note: ચંદ્રબાબુ નાયડુના એક નિવેદન બાદ હવે એવી ચર્ચાઓ છે કે 500 રૂપિયાની નોટ ગમે ત્યારે બંધ થઈ શકે છે. જાણો નોટો અને સિક્કા બનાવડાવવામાં કેટલો ખર્ચો થાય છે?
Trending Photos
Notes Printing Cost: આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુએ કેન્દ્ર પાસે હાલમાં જ મોટી કિંમતવાળી નોટ (500 રૂપિયાની નોટ) બંધ કરવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે મોટી નોટોને ચલણમાંથી બહાર કરીને ડિજિટલ કરન્સીને પ્રોત્સાહન આપવું જોઈએ. સરકારના આ પગલાંથી ભ્રષ્ટાચાર પર લગામ લગાવવાની સાથે સાથે નોટોના છાપકામ ઉપર પણ આવનારો ખર્ચ ઘટાડી શકાશે. તેમણે એમ પણ કહ્યું કે મોટી નોટોના ચલણમાં રહેવાથી બ્લેક મનીને પ્રોત્સાહન મળે છે. જ્યારે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને સરળતાથી ટ્રેક કરી શકાશે. ચંદ્રબાબુ નાયડુની આ અપીલ બાદ લોકો તરફથી સોશિયલ મીડિયા પર સિક્કા અને નોટોના છાપકામમાં આવતા ખર્ચા વિશે પૂછવામાં આવી રહ્યું છે. જાણો આ અંગે...
1 રૂપિયાનો સિક્કો બનાવવામાં ખર્ચો
સૌથી પહેલા 1 રૂપિયાના સિક્કાની વાત કરીએ તો કદાચ તમને એવું લાગે કે તેને તૈયાર કરવામાં બહુ ઓછો ખર્ચો આવતો હશે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે એક રૂપિયાના સિક્કાને બનાવવામાં એક રૂપિયાથી પણ વધુ ખર્ચો આવે છે. ઈન્ડિયા ટુડે દ્વારા વર્ષ 2018માં દાખલ કરાયેલી RTIથી જાણકારી મળી હતી કે 1992થી ચલણમાં રહેલા એક રૂપિયાના સિક્કાને બનાવવામાં 1.11 રૂપિયાનો ખર્ચો આવે છે. જો કે સિક્કા તૈયાર કરવામાં હાલ કેટલો ખર્ચો થાય? તે વિશે જાણકારી નથી, શક્ય છે કે વર્ષ 2025માં પહેલ કરતા ખર્ચો વધ્યો હોય. 1 રૂપિયાનો આ સિક્કો સ્ટેઈનલેસ સ્ટીલનો બનેલો છે. જેનો વ્યાસ 21.93 મિમી, મોટાઈ 1.45 મિમી અને વજન 3.76 ગ્રામ છે.
સિક્કો 10 રૂપિયાનો ખર્ચો 5 રૂપિયા કરતા વધુ
RTIમાં મળેલી જાણકારી મુજબ 2 રૂપિયાનો સિક્કો બનાવવામાં 1.28 રૂપિયાનો ખર્ચો, જ્યારે 5 રૂપિયાનો સિક્કો બનાવવામાં 3.69 રૂપિયા અને 10 રૂપિયાનો સિક્કો બનાવવામાં 5.54 રૂપિયાનો ખર્ચો થાય છે. આ સિક્કાઓને મુંબઈ અને હૈદરાબાદમાં ભારત સરકારની ટંકશાળમાં તૈયાર કરવામાં આવે છે. જો કે હાલના સમયમાં આ ખર્ચ વધીને કેટલો થયો છે? તેના વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી. RTIમાં આપવામાં આવેલી જાણકારીથી જાણવા મળ્યું છે કે દેશમાં દર વર્ષે જેટલા સિક્કા ઢળે છે તેમની સંખ્યા પહેલા કરતા ઘટી છે. 2018માં એક રૂપિયાના 63 કરોડ સિક્કા બનાવવામાં આવ્યા, જ્યારે 2017માં આ સિક્કાઓની સંખ્યા 90.3 કરોડ હતી.
2000 રૂપિયાના નોટ પર કેટલો ખર્ચો?
સિક્કા ભલે ભારત સરકાર તરફથી બને છે પરંતુ 2 રૂપિયાથી લઈને 2000 રૂપિયાની નોટ RBI તરફથી છપાય છે. રિઝર્વ બેંકના સંપૂર્ણ માલિકીવાળી સબસિડરી કંપની ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ છે. આ કંપની દ્વારા RBIની બે નોટ છાપવાની પ્રેસ છે. કરન્સી નોટને છાપવાનો ખર્ચો તેની કિંમત પ્રમાણે અલગ અલગ હોય છે. જેમ કે 2000 રૂપિયાની એક નોટને છાપવામાં 4 રૂપિયા સુધીનો ખર્ચો આવતો હતો.
કઈ નોટ પર કેટલો ખર્ચો
પરંતુ આ સિવાય બીજી નોટોની વાત કરીએ તો 10 રૂપિયાના 1000 નોટને છાપવાનો ખર્ચો લગભગ 960 રૂપિયા આવે છે. પરંતુ આટલી જ સંખ્યામાં લગભગ 100 રૂપિયાની નોટોને છાપવાનો ખર્ચો 1,770 રૂપિયા આવતો હતો. એ જ રીતે 200 રૂપિયાની 1000 નોટ તૈયાર કરવાનો ખર્ચો 2,370 રૂપિયા તથા આ સિવાય 500 રૂપિયાની 1000 નોટ પ્રિન્ટ કરવામાં આ ખર્ચ વધીને 2,290 રૂપિયા થઈ જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે