ગ્રેજ્યુએટ પાસ માટે સુપ્રીમ કોર્ટમાં નોકરીની સૂવર્ણ તક, છેલ્લી તારીખ પહેલા ફટાફટ કરો અરજી

Supreme Court Job Vacancy: ભારતની સર્વોચ્ચ અદાલતમાં જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ (JCA) ની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી ચાલી રહી છે, જેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ આવતીકાલે એટલે કે 8મી માર્ચ છે.

ગ્રેજ્યુએટ પાસ માટે સુપ્રીમ કોર્ટમાં નોકરીની સૂવર્ણ તક, છેલ્લી તારીખ પહેલા ફટાફટ કરો અરજી

SCI JCA Recruitment 2025: નોકરી શોધી રહેલા યુવાનો માટે આ સમાચાર ઉપયોગી સાબિત થઈ શકે છે. આનું કારણ એ છે કે ભારતની સુપ્રીમ કોર્ટ (SCI) માં જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ (JCA) ની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી ચાલી રહી છે, જેની અરજી કરવાની છેલ્લી તારીખ આવતીકાલે એટલે કે 8 માર્ચ 2025 છે. એવામાં, કોઈપણ ઉમેદવાર જે આ ભરતી માટે અરજી કરવા માંગે છે તે SCIની સત્તાવાર વેબસાઈટ પર જઈને ફોર્મ ભરી શકે છે. આ સમાચારમાં અરજી કરવાની લિંક આપવામાં આવી છે.

કોણ કરી શકે છે અરજી?
જે યુવકો માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી ધરાવે છે તેઓ ભરતી માટે અરજી કરી શકે છે. આ ઉપરાંત ઉમેદવારને કોમ્પ્યુટર ઓપરેશનનું જ્ઞાન અને કોમ્પ્યુટર પર અંગ્રેજીમાં 35 શબ્દો પ્રતિ મિનિટ ટાઈપ કરવાની ઝડપ હોવી જોઈએ.

શું હોવી જોઈએ વય મર્યાદા ?
JCA પોસ્ટ્સ માટે અરજી કરવા માટે ઉમેદવારોની લઘુત્તમ વય 18 વર્ષથી વધુ અને મહત્તમ વય 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જો કે અનામત શ્રેણીમાંથી આવતા તમામ ઉમેદવારોને નિયમો મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવશે.

કેવી રીતે  ભરતી માટે અરજી કરવી?
1. આ ભરતી માટે અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ www.sci.gov.in/recruitments પર જવું પડશે.
2. આ પછી તમારે Link to submit online application forms for the post of Junior Court Assistant પર ક્લિક કરવાનું રહેશે.
3. આટલું કરતાં જ તમારી સામે નોટિફિકેશનની PDF ફાઈલ ખુલશે. તમને પ્રથમ પેજ પર જ ભરતી માટેની લિંક મળશે.
4. લિંક ખોલો અને જરૂરી વિગતો ભરીને નોંધણી કરો.
5. નોંધણી પછી લોગ ઇન કરો અને તેને ધ્યાનથી વાંચ્યા પછી ફોર્મ ભરો.
6. હવે નિયત ફી ભર્યા પછી ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ આઉટ લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news