મચ્છરોના ત્રાસથી પરેશાન છો? અજમાવો આ ઘરગથ્થું ઉપાય, ઘરમાંથી ભાગી જશે મચ્છરોની ફૌજ
આજના સમયમાં મચ્છરોની વસ્તી ખુબ વધતી જોવા મળી રહી છે. તેનાથી થતી બીમારીઓ પણ વધી રહી છે. ચોમાસામાં મચ્છરોનો ત્રાસ વધી જતો હોય છે. અત્રે જણાવવાનું કે દુનિયામાં બીમારીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં પણ મચ્છરોનો હાથ હોય છે. પરંતુ કેટલીક ટિપ્સ અજમાવીને તમે મચ્છરોને ઘરથી દૂર રાખી શકો છો.
Trending Photos
આમ તો કોઈ પણ ઋતુ હોય મચ્છરોનો ત્રાસ સદા જોવા મળતો હોય છે. ગરમી હોય કે ઠંડી, ચોમાસુ...મચ્છરો સદા જોવા મળે છે. મચ્છરો વધતા તે સંલગ્ન સમસ્યાઓ પણ વધે છે. મચ્છર કરડવાથી ખંજવાળ, સંક્રમણનું પણ જોખમ વધે છે. મચ્છર બીમારીને એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાવવાનું કામ કરે છે. એટલે કે તે વેક્ટર છે. ડેંગ્યુનો તાવ પણ મચ્છરો દ્વારા થાય છે.
ડેંગ્યુ-મેલેરિયા
ડેંગ્યુ-મેલેરિયા, ચિકનગુનિયા અને ઝીકા જેવી જીવલેણ બીમારીઓ મચ્છરો કરડવાથી થતી હોય છે.
મચ્છરોને ભગાડવા માટેઆ 3 વસ્તુ જરૂરી
મચ્છરોને ઘરમાંથી ભગાડવા માટે તમારી પાસે આ 3 વસ્તુ હોવી જરૂરી છે. લીમડાના પાંદડા, એક્સપાયર્ડ દવા અને કપૂર. લીમડાના પાંદડાને પાણીમાં પીસીને એક ગાઢ પેસ્ટ બનાવો. પછી તેમાંથી પાણી અલગ કરીને તેમાં એક્સપાયર દવા ભેળવીને તેને ઉકાળો. ઠંડુ થાય તો તે મિશ્રણમાં કપૂરની ગોળીઓ ભેળવી દો અને સ્પ્રે બોટલમાં ભરી લો.
હવે આ તૈયાર થયેલા મિશ્રણનો સમગ્ર ઘરમાં છંટકાવ કરો. ત્યારબાદ જુઓ તમારા ઘરમાંથી મચ્છરો એકદમ છૂમંતર થઈ જશે.
(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લેવી. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે