Cars under 4 Lakhs: 4 લાખના બજેટમાં મળી જશે આ કાર, માઇલેજ અને ફીચર્સમાં પણ છે દમદાર

Cars Under 4 Lakh: સામાન્ય લોકોના કેટલાક સપનામાંથી એક સપનું કાર ખરીદવાનું હોય છે. પરંતુ કિંમત વધુ હોવાને કારણે તેનું આ સપનું અધૂરૂ રહી જાય છે. તેવામાં અમે તમને એવી કાર વિશે જણાવી રહ્યાં છીએ જે માત્ર 4 લાખ રૂપિયાના બજેટમાં આવે છે. આવો જાણીએ તે ગાડીઓ વિશે.

 Cars under 4 Lakhs: 4 લાખના બજેટમાં મળી જશે આ કાર, માઇલેજ અને ફીચર્સમાં પણ છે દમદાર

Affordable Mileage Cars in India: ભારતમાં મોટા ભાગના પરિવાર મિડલ ક્લાસ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. જે હંમેશા બજેટ કાર શોધતા હોય છે. તેનું સપનું હોય કે તેની પાસે પણ એક પોતાની કાર હોય પરંતુ હંમેશા બજેટને કારણે તે પોતાનું સપનું પૂરુ કરી શકતા નથી, પરંતુ આજે અમે તમને એવી ગાડીઓ વિશે જણાવી રહ્યાં છીએ જે તમારા બજેટમાં છે અને તેમાં શાનદાર ફીચર્સ આવે છે. આવો તેના વિશે જાણીએ.

Maruti Alto K10
મારૂતિ અલ્ટો કે10 દેશની સૌથી સસ્તી પેટ્રોલ કાર છે. આ કાર સાત કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. આ કારમાં સેફ્ટી માટે 6 એરબેગ પણ મળે છે. આ કાર વોયસ કંટ્રોલ સ્ટીયરિંગ વ્હીલની સાથે આવે છે. મારૂતિની આ કારમાં 214 લીટરની બૂટ-સ્પેસ મળે છે. આ કાર  24.90 kmpl ની માઇલેજ આપવાનો દાવો કરે છે. મારૂતિ અલ્ટોની એક્સ-શોરૂમ કિંમત 4.09 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

રેનો ક્વિડ (Renault Kwid)
Renault Kwid પણ સસ્તી કાર છે. આ કારની કિંમત 4.69 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે આ કારના ઓટોમેટિક ટ્રાન્સમિશન મોડલની કિંમત 5.44 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ રેનો કારમાં ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ જેવી 14 થી વધુ સુરક્ષા સુવિધાઓ આપવામાં આવી છે. આ કાર ત્રણ વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી સાથે આવે છે.

ટાટા ટિયાગો (Tata Tiago)
ટાટા ટિયાગોના 17 વેરિએન્ટ્સ માર્કેટમાં ઉપલબ્ધ છે. આ ગાડીમાં ફ્રંટ ડુઅલ એરબેગ અને ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામના ફીચર સામેલ છે. ટાટાની આ કારમાં 1.2 લીટર રેવોટ્રોન પેટ્રોલ એન્જિન આપેલું છે, જેને 86 PS નો પાવર મળે છે અને 113 Nm નો ટોર્ક મળે છે. આ ગાડીની ફ્રંટમાં ડિસ્ક અને રિયરમાં ડ્રમ બ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટાટા ટિયાગોની એક્સ-શોરૂમ કિંમત 4,99,990 રૂપિયાથી શરૂ થાય છે.

Maruti Suzuki S-Presso
આ લિસ્ટમાં મારૂતિ સુઝુકીની એસ-પ્રેસો પણ સામેલ છે. તેની કિંમત 4.26 લાખ રૂપિયાથી શરૂ થાય છે. માર્કેટમાં આ કાર છ અલગ-અલગ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. આ કારમાં 1.0 લીટર, K10C પેટ્રોલ એન્જિન ઓપ્શન મળે છે, જે  66bhp અને 89Nm નો ટોર્ક જનરેટ કરવાની તાકાત રાખે છે. આ કારની માઇલેજ 24.12 kmpl ની આસપાસ રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news