IPL જોવા માટે જિયોનો શાનદાર પ્લાન, ડેટા, કોલિંગ સાથે 90 દિવસ સુધી ફ્રી મળશે JioHotstar
Jio એ IPL શરૂ થતાં પહેલા કરોડો યુઝર્સની મોજ કરાવી દીધી છે. કંપનીએ નવો પ્લાન રજૂ કર્યો છે, જેમાં 90 દિવસ સુધી ફ્રી જિયો હોટસ્ટારનું સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.
Trending Photos
IPL 2025ની શરૂઆત 22 માર્ચથી થઈ રહી છે. આ નવી સિઝન પહેલા જિયોએ પોતાના કરોડો યુઝર્સ માટે નવા પ્લાન લોન્ચ કર્યાં છે, જેમાં 90 દિવસ સુધી ફ્રીમાં JioHotstar નું સબ્સક્રિપ્શન મળશે. આ સિવાય યુઝર્સને અનલિમિટેડ કોલિંગ, ડેટા વગેરેનો લાભ આપવામાં આવશે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025નું પ્રસારણ જિયોના ઓટીટી પ્લેટફોર્મ JioHotstar પર કરવામાં આવશે. આવો જાણીએ જિયોના આ નવા પ્લાન વિશે...
Jioનો નવો પ્લાન
જિયોનો આ પ્લાન 299 રૂપિયાની કિંમતમાં આવે છે. આ પ્લાનમાં મળનાર બેનિફિટ્સની વાત કરીએ તો યુઝર્સને તેમાં 28 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે ફ્રી નેશનલ રોમિંગ મળશે. સાથે યુઝર્સને દરરોજ 1.5GB હાઈ સ્પીડ ડેટા મળશે. આ રીતે યુઝર્સને કુલ 42GB ડેટાનો લાભ મળશે.
રિલાયન્સ જિયો પોતાના આ સસ્તા રિચાર્જ પ્લાનમાં દરરોજ 100 એસએમએસ પણ આવી રહ્યું છે. આ પ્લાનમાં યુઝર્સને 90 દિવસ માટે ફ્રી JioHotstar નું સબ્સક્રિપ્શન ઓફર કરવામાં આવી રહ્યું છે. આ સાથે કંપની જિયો ટીવી અને જિયો ક્લાઉડ એપ્સનું સબ્સક્રિપ્શન પણ આપી રહી છે.
આ બંને પ્લાનમાં પણ મળી રહ્યું છે JioHotstar
આ પ્લાન સિવાય જિયોના 349 રૂપિયા અને 899 રૂપિયાના પ્લાન સાથે 90 દિવસ સુધી JioHotstar નું ફ્રી સબ્સક્રિપ્શન ઓફર કરવામાં આવી રહ્યું છે. કંપનીની વેબસાઇટ પ્રમાણે 349 રૂપિયાવાળા પ્લાનમાં યુઝર્સને 28 દિવસની વેલિડિટી મળશે. તેમાં અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 2જીબી ડેટા અને 100 ફ્રી એસએમએસનો લાભ મળશે.
જિયોના 899 રૂપિયાવાળા પ્લાનમાં 90 દિવસની વેલિડિટી મળે છે. તેમાં યુઝર્સને દરરોજ 2જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ મળશે. કંપની આ પ્લાનમાં 20GB એક્સ્ટ્રા ડેટા ઓફર કરી રહી છે. તો યુઝર્સને અનલિમિટેડ 5જી ડેટાનો લાભ આપવામાં આવી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે