ઓપરેશન સિંદૂર હેઠળ આતંકીઓના આકાઓના ઘરો 22 મિનિટની અંદર જમીનદોસ્ત કર્યા- પીએમ મોદી
Watch Video: આજથી સંસદનું મોનસૂન સત્ર 2025 શરૂ થઈ રહ્યું છે. સત્રની શરૂઆતના અવસરે પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે, વરસાદ દરેક પરિવારની અર્થવ્યવસ્થા માટે ખુબ મહત્વપૂર્ણ છે. આવનારા દિવસોમાં દેશને તેનો લાભ થશે. આ મોનસૂન સત્ર રાષ્ટ્ર માટે ગૌરવપૂર્ણ સત્ર છે. ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા કહ્યું કે દુનિયાએ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાનું સામર્થ્ય જોયુ. 22 મિનિટની અંદર આતંકીઓના આકાઓના ઘરો જમીનદોસ્ત કરાયા.