Nimisha Priya Yemen Case : આ તો ચમત્કાર થઈ ગયો! કેરળની નર્સ નિમિષા પ્રિયાની ફાંસી ટળી, યમનથી આવ્યા મોટા સમાચાર

Nimisha Priya Execution postpone : કેરળની નર્સ નિમિષા પ્રિયાને હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. તે 2017થી યમનમાં જેલમાં છે. નિમિષાને યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યાની દોષી ઠેરવવામાં આવી હતી. ત્યારે નિમિષા પ્રિયાની ફાંસી ટળી હોવાના સમાચાર સામે આવ્યા છે. 

Nimisha Priya Yemen Case : આ તો ચમત્કાર થઈ ગયો! કેરળની નર્સ નિમિષા પ્રિયાની ફાંસી ટળી, યમનથી આવ્યા મોટા સમાચાર

Nimisha Priya Execution postpone : યમનની જેલમાં મૃત્યુદંડની સજા ભોગવી રહેલી કેરળની નર્સ નિમિષા પ્રિયાની ફાંસી મુલતવી રાખવામાં આવી છે. 37 વર્ષીય નિમિષાને 16 જુલાઈ 2025ના રોજ ફાંસી આપવાની હતી, પરંતુ ભારત સરકાર, સામાજિક કાર્યકરો અને તેમના પરિવારના છેલ્લા પ્રયાસોને કારણે આ સજા મુલતવી રાખવામાં આવી છે.

 

— ANI (@ANI) July 15, 2025

16 જુલાઈ 2025ના રોજ ફાંસી આપવાની હતી

યમનની જેલમાં મૃત્યુદંડની સજા ભોગવી રહેલી કેરળની નર્સ નિમિષા પ્રિયાની 16 જુલાઈ 2025ના રોજ નક્કી કરાયેલી ફાંસી મુલતવી રાખવામાં આવી છે. ભારત સરકાર, નિમિષાના પરિવાર અને સામાજિક કાર્યકરોની દિવસ-રાતની મહેનતથી છેલ્લી ઘડીએ આ રાહત મળી છે. નિમિષા પર 2027માં તેના યમનના વ્યવસાયિક ભાગીદાર તલાલ અબ્દો મહેદીની હત્યા કરવાનો આરોપ છે. આ ઘટના પછી, તે સનાની જેલમાં કેદ છે. ભારત સરકારે યમનના અધિકારીઓ અને જેલ વહીવટીતંત્ર સાથે સતત વાત કરીને આ ફાંસી અટકાવી દીધી છે.

હવે આગળ શું ?

હાલ માટે, ફાંસી મુલતવી રાખવાથી નિમિષાના પરિવારને રાહત મળી છે, પરંતુ તેની મુક્તિ તલાલના પરિવારની મંજૂરી અને બ્લડ મની રકમ પર આધારિત છે. ભારત સરકાર ઈરાન દ્વારા હુતી બળવાખોરોનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરી રહી છે, કારણ કે તેમનું સના પર નિયંત્રણ છે. દરમિયાન, સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 18 જુલાઈએ યોજાશે, જ્યાં નવા અપડેટ્સ બહાર આવશે. નિમિષાનું જીવન હવે માફી અને રાજદ્વારી પ્રયાસો પર આધારિત છે.

'બ્લડ મની' બચાવી શકે છે જીવન ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યમનના શરિયા કાયદામાં 'બ્લડ મની'નો નિયમ છે, જેમાં પીડિત પરિવાર વળતર લઈને ગુનેગારને માફ કરી શકે છે. નિમિષાનો પરિવાર અને 'સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનેશનલ એક્શન કાઉન્સિલ' તલાલના પરિવાર સાથે વાત કરી રહ્યા છે. ભારત સરકારે યમનના અધિકારીઓ અને પ્રભાવશાળી લોકોનો પણ સંપર્ક કર્યો છે. 14 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, સરકારે કહ્યું કે તે શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે. કેરળના સુન્ની નેતા કંથાપુરમ એ.પી. અબુબકર મુસલિયારે તલાલના ભાઈ સાથે વાત કરી, જેના પછી માફીની આશા વધી ગઈ છે. સામાજિક કાર્યકર્તા સેમ્યુઅલ જેરોમે કહ્યું કે તલાલનો પરિવાર વળતર આપવાનુંવિ ચારી રહ્યો છે, જેના કારણે ફાંસી મુલતવી રાખવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news