અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી પર ચડી બેઠા પોલીસકર્મી, હાથ-પગમાં હથકડી, યુવક બૂમો પાડતો રહ્યો

ભારતીય વિદ્યાર્થીને ન્યૂજર્સીના નેવાર્ક એરપોર્ટ પર સુરક્ષાકર્મીઓએ જે રીતે પેટના બળે સૂવડાવી રાખ્યો અને તેના હાથ પગ બાંધી દીધા છે. આ ઘટનાનો વીડિયો સામે આવતા જ રોષ જોવા મળી રહ્યો છે. 

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી પર ચડી બેઠા પોલીસકર્મી, હાથ-પગમાં હથકડી, યુવક બૂમો પાડતો રહ્યો

અમેરિકામાં એક ભારતીય વિદ્યાર્થીની સાથે ગેરવર્તણૂકનો મામલો સામે આવતા હડકંપ મચ્યો છે. અહીં ન્યૂ જર્સીના નેવાર્ક એરપોર્ટ પર અધિકારીઓએ વિદ્યાર્થીને  હથકડી પહેરાવીને તેને જમીન પર પટક્યો. સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેને એક અન્ય ભારતીય વ્યક્તિ ક્રુણાલ જૈને રેકોર્ડ કર્યો છે. 

અપરાધી જેવું વર્તન
વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ભારતીય વિદ્યાર્થી સાથે પોલીસ તરફથી કોઈ અપરાધી જેવું વર્તન થઈ રહ્યું છે. તે જમીન પર પડેલો છે અને ઓછામાં ઓછા 4 પોલીસકર્મીઓએ તેને પકડ્યો છે. જેમાંથી 2 અધિકારીઓએ પોતાના ઘૂંટણ વિદ્યાર્થીની પીઠ પર રાખ્યા છે. તેના હાથ પગમાં હથકડી લાગેલી છે. વિદ્યાર્થી પોલીસની આ હરકતથી રડી  રહ્યો છે. 

વીડિયો બનાવનારા વ્યક્તિ ક્રુણાલ જૈને આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની લાગણીઓ શેર કરી. તેમણે લખ્યું કે મે કાલે રાતે ન્યૂયોર્ક એરપોર્ટથી એક યુવા ભારતીય વિદ્યાર્થીને ડિપોર્ટ થતા જોયો, હાથકડી લાગેલી, રોતો, અપરાધી જેવો વ્યવહાર થતો. તે સપનાની પાછળ પીછો કરતો આવ્યો હતો. નુકસાન પહોંચાડવા માટે નહીં. એક એનઆરઆઈ તરીકે હું અસહાય અને દુખી મહેસૂસ કરતો હતો. આ એક માનવીય ત્રાસદી છે. 

— Kunal Jain (@SONOFINDIA) June 8, 2025

ક્રુણાલ જૈને વધુમાં લખ્યું કે તે  યુવક હરિયાણવી બોલતો હતો. તે કહેતો હતો કે હું પાગલ નથી. આ લોકો મને પાગલ સાબિત કરી રહ્યા છે. ક્રુણાલ જૈને આ મામલે અમેરિકામાં ભારતીય દૂતાવાસ પાસે તપાસ કરવાની અને વિદ્યાર્થીને મદદ કરવાની અપીલ કરી. 

શું કહ્યું ભારતીય દૂતાવાસે
વીડિયો શર કર્યાના એક દિવસ બાદ ન્યૂયોર્ક સ્થિત ભારતીય દૂતાવાસે એક્સ પર એક પોસ્ટ શેર કરી. જેમાં કહેવાયું કે અમને સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ જોવા મળી છે, જેમાં દાવો કરાયો છે કે એક ભારતીય નાગરિક નેવાર્ક લિબર્ટી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. અમેઆ મામલે સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ. વાણિજ્ય દૂતાવાસ ભારતીય નાગરિકોના કલ્યાણ માટે હંમેશા પ્રતિબદ્ધ છે. 

The Consulate remains ever committed for the welfare of Indian Nationals.@MEAIndia

— India in New York (@IndiainNewYork) June 9, 2025

ક્રુણાલ જૈને આ ઘટના પર ચિંતા વ્યક્ત કરતાકહ્યું કે આ પ્રકારની ઘટનાઓ હવે રોજબરોજની વાતો બની રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news