Indore Couple: પ્રેમમાં સાવ આંધળી થઈ ગઈ હતી સોનમ, પતિ સાથે આટલી ક્રુરતા? આ નવો ખુલાસો જાણીને સ્તબ્ધ થઈ જશો
Sonam Raghuwanshi News: ઈન્દોરના વેપારી રાજા રઘુવંશીની હત્યાની કહાનીમાં માસ્ટરમાઈન્ડ તો પત્ની નીકળી. સોનમના સાથીઓએ આ સમગ્ર ઘટના અંગે પૂછપરછમાં જે ખુલાસા કર્યા તે જાણીને તમે દંગ રહી જશો.
Trending Photos
ઈન્દોરના ટ્રાન્સપોર્ટ વેપારી રાજા રઘુવંશી માટે લગ્ન અને પછી હનીમૂન એક એવી દુ:ખદ અને જીવલેણ ઘટના બની ગયા કે જીવ ગૂમાવવાનો વારો આવ્યો. રાજા રઘુવંશીની હત્યાના મામલે ષડયંત્ર રચનારી માસ્ટરમાઈન્ડ તો પત્ની સોનમ જ નીકળી. પોતાના જ પતિની હત્યા કરાવ્યાના 17 દિવસ બાદ રિવારે સોનમ શિલોંગથી 1162 કિમી દૂર યુપીના ગાઝીપુરમાં એક ઢાબા પર મળી. તેણ ઢાબાથી ભાઈ ગોવિંદને ફોન કરીને પોતાનું લોકેશન જણાવ્યું. ત્યારબાદ પોલીસને સૂચના અપાઈ, પોલીસે સોનમનું લોકેશન ગાઝીપુર પોલીસને આપ્યું. સોનમે સરન્ડર કર્યા બાદ તેને પોલીસ કસ્ટડીમાં લેવાઈ.
આ મામલે પોલીસે સોનમના ચાર સાથીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ જે ખુલાસા કર્યા તે સાંભળીને દરેક જણ સ્તબ્ધ થઈ ગયા છે. તમને પણ આ જાણીને રૂવાંડા ઊભા થઈ જશે.
સોનમે જ રાજાને ખાઈમાં ફેંક્યો
મળતી માહિતી મુજબ આરોપીઓએ જણાવ્યું કે 23મી મેના રોજ બપોરે 1.30 વાગે આરોપીઓએ રાજા પર દાવથી હુમલો કર્યો. ત્યારે તેની સામે સોનમ ઊભી હતી. હુમલામાં ઘાયલ થયેલો રાજા અધમૂઈ હાલતમાં બૂમો પાડતો હતો. જ્યારે ખાઈમાં ફેકવા માટે આરોપી રાજાને ઉઠાવી શક્યા નહીં તો સોનમે હાથ લગાવ્યો અને તેને ખાઈમાં ફેંક્યો. આ ઘટનાના અડધા કલાક પહેલા જ સોનમે તેની સાસુ સાથે ફોન પર વાત કરી હતી.
#BreakingNews : सोनम के सामने राजा का मर्डर, हत्या के वक्त सोनम मौके पर मौजूद#Rajaraghuwanshi #Sonam #Police #Meghalaya | @Chandans_live @pratyushkkhare @ashwinipande pic.twitter.com/6qSzxXkY7F
— Zee News (@ZeeNews) June 10, 2025
ખાઈમાં ફેંક્યો ત્યાં સુધી જીવતો હતો રાજા
આરોપીઓએ પોલીસને જણાવ્યું કે તેઓ બંનેની પાછળ પાછળ ઉપર આવ્યા તો થાકી ગયા અને સોનમને કહ્યું કે આ રીતે મારી શકીશું નહીં. ત્યારે સોનમે કહ્યું કે 20 લાખ રૂપિયા આપીશ તમારે મારવો તો પડશે. ત્યારબાદ તેણે રાજાના પર્સમાંથી 15 હજાર રૂપિયા કાઢ્યા અને આરોપીઓને આપી દીધા. સોનમ ફોટોશૂટના બહાને રાજાને સૂમસામ જગ્યાએ લઈ ગઈ અને ત્યાં તેણે આરોપીઓને કહ્યું કે તેને મારી નાખો. રાજાએ મુકાબલો પણ કર્યો પરંતુ છાતી અને માથા પર ગંભીર ઈજા થવાથી તે તૂટી ગયો. ખાઈમાં ફેંક્યો ત્યાં સુધી તે જીવતો હતો. આરોપીઓએ જણાવ્યું કે રાજાને જે દાવ (નાની કુહાડી)થી માર્યો તે ગુવાહાટીથી ઓનલાઈન ખરીદી હતી.
ફોન પર સમજાવ્યો પ્લાન
સોનમના પ્રેમી રાજે બાળપણના મિત્ર વિશાલ ચૌહાણ, આકાશ રાજપૂત અને આનંદને પોતાની સાથે લીધા. ત્યારબાદ 16 મેના રોજ ઈન્દોરના સુપર કોરિડોરમાં આવેલા એક કેફેમાં બેસીને ષડયંત્ર રચ્યું. ત્યારબાદ તે રાતે 9.30 વાગ્યાથી છ કલાક સુધી ફોન પર સોનમને હત્યાનો આખો પ્લાન સમજાવ્યો હતો.
4-6 મહિનાથી હતું અફેર
સોનમ તેના પિતાને ત્યાં કામ કરતા રાજ કુશવાહાને પ્રેમ કરતી હતી. રાજે કબૂલ કર્યું કે સોનમ સાથે તેનું અફેર 4થી 5 મહિનાથી હતું. સોનમના પિતા એક હાર્ટ પેશન્ટ છે જેના કારણે તે લવ મેરેજ કરી શકતી નહતી. તેના પિતા ઈચ્છતા હતા કે પુત્રીના લગ્ન સમાજમાં થાય એટલે તેમણે રાજા સાથે લગ્ન માટે હા પાડી હતી.
(સોર્સ- મીડિયા રિપોર્ટ્સ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે