140000000000 રૂપિયા ખર્ચ કરી ટેક કંપની માઈક્રોસોફ્ટ ખરીદી રહી છે સેંકડો ટન માનવ પોટી... જાણો શું છે પ્લાન?

Microsoft: દિગ્ગજ ટેક કંપની માઇક્રોસોફ્ટે 1,46,93,04,50,050 રૂપિયાની એક મેગા ડીલ કરી છે. આ ડીલ એટલી રસપ્રદ છે કે તેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. સોફ્ટવેર વેચનારી આ ટેક કંપનીની આ ડીલ જે વસ્તુને લઈને કરી છે તે ખૂબ જ ચોંકાવનારું છે.

140000000000 રૂપિયા ખર્ચ કરી ટેક કંપની માઈક્રોસોફ્ટ ખરીદી રહી છે સેંકડો ટન માનવ પોટી... જાણો શું છે પ્લાન?

Microsoft: દિગ્ગજ ટેક કંપની માઇક્રોસોફ્ટે 1,46,93,04,50,050 રૂપિયાની એક મેગા ડીલ કરી છે. આ ડીલ એટલી રસપ્રદ છે કે તેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. સોફ્ટવેર વેચનારી આ ટેક કંપનીની આ ડીલ જે વસ્તુને લઈને કરી છે તે ખૂબ જ ચોંકાવનારું છે. માઇક્રોસોફ્ટે માનવ પોટી ખરીદવા માટે આ ડીલ કરી છે. 1.7 અરબ ડોલરનો જંગી રકમ ખર્ચ કરીને આ કંપની 49 લાખ મેટ્રિક ટન માનવ પોટી ખરીદશે. આ સમાચાર વાંચતાની સાથે જ તમારા મનમાં પહેલો પ્રશ્ન એ આવ્યો હશે કે શા માટે? આ માનવ પોટીનું માઇક્રોસોફ્ટ શું કરવાની છે? આ ડીલ હેઠળ માઇક્રોસોફ્ટ ફક્ત માનવ પોટી જ નહીં પરંતુ ખાતર, ટ્રીટેડ ગટર અને કૃષિ ઉપ-ઉત્પાદનો પણ ખરીદશે.

માઈક્રોસોફ્ટ કેમ ખરીદી રહી છે માનવ પોટી? 
માઈક્રોસોફ્ટે વોલ્ટેડ ડીપ નામની કંપની સાથે 49 મેટ્રિક ટન જૈવિક કચરા માટે આ ડીલ કરી છે. આ ડીલ 12 વર્ષ માટે રહેશે, જેની શરૂઆત વર્ષ 2026થી થશે અને 12 વર્ષ સુધી ચાલશે. માઈક્રોસોફ્ટ અબજો રૂપિયા ખર્ચીને આ કચરો ખરીદી રહ્યું છે. 

હવે સમજો કે, તેનો ઉપયોગ ક્યાં થશે અને કંપનીએ તેને કેમ ખરીદવાનો નિર્ણય લીધો છે. Incના એક રિપોર્ટ અનુસાર કંપનીએ તેના કાર્બન ઉત્સર્જન લક્ષ્યને બમણું કરવા માટે માનવ પોટી સહિત જૈવિક કચરો ખરીદવાનો નિર્ણય લીધો છે. આ હેઠળ, તે આગામી 12 વર્ષમાં તેના કાર્બન ઉત્સર્જનને ઘટાડવાનું લક્ષ્ય રાખે છે.

માનવ પોટીનું શું કરશે માઈક્રોસોફ્ટ?
ટેક કંપનીના આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું છે. વાસ્તવમાં આ કંપનીઓનો કાર્બન ફૂટપ્રિન્ટ ખૂબ મોટો છે. આવી સ્થિતિમાં કંપની પર્યાવરણ માટે કામ કરતી કંપનીઓ સાથે હાથ મિલાવીને તેના કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા તરફ આગળ વધવા માંગે છે. માનવ પોટી અને જૈવિક કચરો ખરીદવા અને તેને પર્યાવરણમાંથી દૂર કરવાના બદલામાં, તેને દરેક ટન કચરા માટે કાર્બન ક્રેડિટ મળશે. 

કંપનીની વધતી જતી AI અને ડેટા સેન્ટર પ્રવૃત્તિને કારણે ઘણું કાર્બન ઉત્સર્જન થાય છે. આ પગલાથી તે વધેલા કાર્બન ફૂટપ્રિન્ટને 23 થી 30% ઘટાડવા માંગે છે. અમેરિકન સ્ટાર્ટઅપ Vaulted Deep સાથે મળીને માઈક્રોસોફ્ટ માનવ પોટી અને જૈવિક કચરાને પૃથ્વીથી લગભગ 5000 ફૂટ નીચે દફનાવીને પર્યાવરણમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાનો પ્રયાસ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news