32 ફિલ્મો અને 48 સીરિયલ કરી છોડી એક્ટિંગની દુનિયા, UPSC પાસ કરી બની ગઈ IAS અધિકારી, જાણો કોણ છે આ અભિનેત્રી

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકારો છે જેઓ પોતાનું સારું કરિયર છોડીને ફિલ્મી દુનિયામાં આવ્યા છે. પરંતુ, શું તમે એ અભિનેત્રી વિશે જાણો છો, જેણે ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યા બાદ પોતાનું કરિયર છોડીને IAS બનવાના માર્ગે આગળ વધી હતી.

32 ફિલ્મો અને 48 સીરિયલ કરી છોડી એક્ટિંગની દુનિયા,  UPSC પાસ કરી બની ગઈ  IAS અધિકારી, જાણો કોણ છે આ અભિનેત્રી

નવી દિલ્હીઃ બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર છે જેણે પોતાનું સારૂ કરિયર છોડી ફિલ્મી દુનિયામાં આવ્યા અને સ્ટાર બની નામના મેળવી. આજ આ સિતારા ઈન્ડસ્ટ્રી અને દર્શકોના દિલ પર રાજ કરી રહ્યાં છે. પરંતુ શું તમે સિનેમા અને ટીવી ઈન્ડસ્ટ્રીઝની તે અભિનેત્રી વિશે જાણો છો, જેણે એક્ટિંગ જગતમાં નામના મેળવી અને પછી આ રંગીન દુનિયા છોડી વહીવટી સેવા અધિકારી બનવાનો પ્રયાસ શરૂ કર્યો. આ અભિનેત્રીએ બાળપણથી લઈને મોટા થવા સુધી ઘણા ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યું અને તે જ્યારે પોતાના કરિયરમાં પીક પર હતી તો તેણે એક્ટિંગ છોડવાનો નિર્ણય કરી આઈએએસ અધિકારી બનવાનો મુશ્કેલ નિર્ણય કર્યો.

આ ફિલ્મો અને ટીવી શોમાં કર્યું કામ
અમે વાત કરી રહ્યાં છીએ સાઉથ સિનેમા અને ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી એચએસ કીર્તના વિશે, જે યુપીએસસી પરીક્ષા પાસ કરી આઈએએસ અધિકારી બની ગઈ હતી. કર્ણાટકના તુમકુર જિલ્લાના હોસકેરે ગામમાં જન્મેલી એચએસ કીર્તના, માત્ર 4 વર્ષની હતી જ્યારે તેણે પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી. તેણે પોતાના કરિયરમાં લેડી કમિશનર, હબ્બા, ડોર, કર્પૂરદા ગોમ્બે, ગંગા-યમુના, ઉપેન્દ્ર, એ, કનૂર હેગ્રાદત્તી, મુદિના આલિયા, કનૂર હેગ્ગાદતી, સર્કલ ઈન્સ્પેક્ટર, ઓ મલ્લિગે, સિમ્હાદ્રી, જનની, પુટાની એજન્ટ અને ચિગુરૂ જેવી ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં કામ કર્યું હતું.

એક્ટિંગ છોડી પૂરુ કર્યું આઈએએસ બનવાનું સપનું
એચએસ કીર્તનાએ પોતાના કરિયરમાં આશરે 32 ફિલ્મો અને 48 ટીવી શોમાં કામ કર્યું હતું. તેમાં ઘણી ફિલ્મો સુપરહિટ રહી હતી. પરંતુ જ્યારે તે પોતાના કરિયરમાં પીક પર હતી, ત્યારે તેણે એક્ટિંગ છોડવાનો નિર્ણય કરી બધાને ચોંકાવી દીધા હતા. તેણે એક્ટિંગ છોડી એક મુશ્કેલ યાત્રા શરૂ કરી હતી. અભિનેત્રીએ 2011મા વહીવટી સેવાની અઘરી ગણાતી પરીક્ષા પાસ કરી અને 2 વર્ષ સુધી કેએએસ અધિકારીના રૂપમાં કામ કર્યું હતું. 

IAS HS Kirtana ની પ્રથમ પોસ્ટિંગ
કર્ણાટક વહીવટી સેવાઓની પરીક્ષા પાસ કર્યા પછી અને KAS અધિકારી તરીકે કામ કર્યા પછી, કીર્થનાએ UPASC પરીક્ષા આપી. સતત પ્રયાસો બાદ તેણે છઠ્ઠા પ્રયાસમાં UPSC પાસ કરી. તેના છઠ્ઠા પ્રયાસમાં તેણે 167માં ઓલ ઈન્ડિયા રેન્ક સાથે પરીક્ષા પાસ કરી. આઈએએસ અધિકારી બન્યા પછી એચએસ કીર્તનાનું પ્રથમ પોસ્ટિંગ કર્ણાટકના માંડ્યા જિલ્લામાં હતું, જ્યાં તેમણે સહાયક કમિશનર તરીકે સેવા આપી હતી. કીર્થાના હાલમાં કર્ણાટકના ચિક્કામગાલુરુમાં પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કામ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news