બાલાસિનોરના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના ડીરેકટરના પુત્ર સામે મધરાતે ફરિયાદ
Amul Dairy Director Rajesh Pathak Son of Complaint filed: મહિસાગરના બાલાસિનોરમાં પિલોદરા રોડ પર આવેલી એક જમીનના ડખામાં ગેંગ બનાવીને હુમલો કરવાના એક કેસમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના ડીરેક્ટર રાજેશ પાઠકના દીકરા સામે બાલાસિનોર પોલીસમાં મધરાતે એક ફરિયાદ નોંધાઈ છે.
Trending Photos
Amul Dairy Director Rajesh Pathak Son of Complaint filed: ગુજરાતમાં જમીનના ભાવે જેમ જેમ વધતા જાય છે એમ ડખાઓ પણ વધતા જાય છે. જર જોરૂ અને જમીન એ ત્રણેય કજિયાંના છોરૂની કહેવત એમ જ પડી નથી. મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં પણ એક જમીનના પ્રકરણમાં આખરે એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ભાજપના નેતાજીના દીકરાનું નામ સામે આવ્યું છે. બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ જીગરકુમાર નાથાભાઈ પટેલ એ એક સિવીલ કોન્ટ્રાક્ટર છે અને એ -૮. જલારામ નગર જ બાલા સિનોરમાં રહે છે.
ગત રોજ તેઓ બપોરના સાડા અગિયારેક વાગ્યે મામાના દિકરા નીતીનભાઇ ભાઇલાલભાઈ પટેલ નાઓની ૧૦૦૯-૩-૧ વાળી જમીન જે બાલાસિનોર પિલોદરા રોડ ઉપર આવેલ છે તે જમીન પર ગયા હતા. જે સમયે તેઓની જમીનની બાજુમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના ડીરેકટર રાજેશભાઈ પાઠકની જમીન આવેલી હોય અને તેઓના પાર્ટનર ટીના મામા હાજર હતા અને તેઓ તેઓની જમીનમા પ્લોટની માપણી કરતા હતા. માપણી કરતા કરતા આ ટીના મામા મારા મામાની જમીન નજીક આવતા અમોએ તેઓને જણાવેલ કે મારા મામાની જમીનની હદ છે. આ સમયે ટીનામામાં ત્યાંથી જતા રહ્યા હતા.
આશરે દોઢેક વાગ્યાના સુમારે અમારી જમીન નજીક પાર્થ રાજેશભાઈ પાઠક તથા બીજા ચાલીસેક જણા આવેલા અને આ પાર્થ કહેવા લાગેલ કે કોણ જમીન માપવાની ના પાડે છે તેમ કહેતા ટીનામામાએ જણાવેલ કે આ જીગરભાઇ ના પાડે છે જેથી પાર્થે કહેલ કે તમે માપણી ચાલુ કરો હું બેઠો છું અને તેઓની સાથે એક અજાણ્યો માણસ હતો, જેનુ નામ મને ખબર નથી જેને હું જો ઓળખું છું તે મારી પાસે આવેલ અને મને કહેવા લાગેલ કે તું અહીયાં કેમ ઉભો છે તારુ નામ છે સાત-બારના ઉતારામાં. એ સમયે મેં એમને જવાબ આપ્યો હતો કેઆ મારા મામાના દિકરાની જમીન છે અને અમો તેઓની જમીન સાચવવા માટે આવેલા છીએ તેમ કહેતા આ અજાણ્યો ઇસમ અમોને ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા.
આ દરમિયાન મામલો વકરી જતાં પાર્થ પાઠક અને બીજા આશરે 20 માણસો પણ મને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. મને નીચે પાડી દીધો હતો. આ સમયે કોઈ માણસે હાથમાં પહેરેલું કડું મને માથાના પાછળના ભાગમાં વાગતાં મને ઈજા થઈ હતી. જે સમયે તેમને લોહી નીકળવા લાગતાં આખરે તેઓ સારવાર માટે પહોંચ્યા હતા.
આ કેસમાં આખરે પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજશ પાઠક એ બાલાસિનોર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છે અને હાલમાં અમૂલના ડિરેક્ટર પણ છે. આ પહેલાં પણ કેસરીસિંહ વિવાદમાં પણ તેમનું નામ જાહેરમાં ચર્ચાયું હતું. હવે ભાજપના નેતાજીના દીકરા સામે પોલીસ ફરિયાદ થતાં બાલાસિનોરમાં આ મામલો ચર્ચાને એરણે છે. પોલીસે ફરિયાદના આધારે પાર્થ રાજેશભાઈ પાઠક અને અન્ય સામે મારામારી, ગાળાગાળી અને ધમકીના આરોપ હેઠળ એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં ફરિયાદી જીગરભાઈ પટેલે આરોપ લગાવ્યો છે કે તેમના મામાની જમીન પર માપણીના મુદ્દે થયેલા વિવાદમાં તેમને માર મારવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે