અલકાયદાના માસ્ટર માઈન્ડ શમા પરવીની ધરપકડ: અગાઉ પકડાયેલા 4 આતંકીઓના સંપર્કમાં હતી!
Gujarat ATS Gets Biggest Success: ગુજરાત ATSને સૌથી મોટી સફળતા મળી છે. ATSએ અલકાયદા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. અલકાયદાના માસ્ટર માઈન્ડની ધરપકડ કરી છે. ATS દ્વારા કર્ણાટકથી આતંકીની ધરપકડ કરી છે. જાણવા મળી રહ્યું છે કે આતંકી સોશિયલ મીડિયા ગ્રુપમાં સભ્ય હતો. તમને જણાવી દઈએ કે ATS દ્વારા કર્ણાટકથી જે આતંકીની ધરપકડ કરી છે તે અગાઉ પકડાયેલા 4 આતંકીઓના સંપર્કમાં હતો.
Trending Photos
Gujarat ATS Gets Biggest Success: ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ગુજરાત ATSએ અલકાયદાના માસ્ટર માઈન્ડની ધરપકડ કરી છે. ATS દ્વારા કર્ણાટકથી આતંકીની ધરપકડ કરી છે. આ સિવાય શમા પરવીના નામની મહિલા આતંકીની ધરપકડ કરવામાં આવી છે. આતંકી સોશિયલ મીડિયા ગ્રુપમાં સભ્ય હતી. આ મહિલા તાજેતરમાં પકડાયેલા ચાર આતંકીઓના સંપર્કમાં હતી.
ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ એક સફળતા મેળવી છે. તેણે બેંગલુરુના હેબ્બલ વિસ્તારમાંથી 30 વર્ષીય શમા પરવીનની ધરપકડ કરી છે, જે અલ કાયદા સાથે જોડાયેલા આંતરરાજ્ય આતંકવાદી મોડ્યુલનો ભાગ છે. ATS DIG સુનિલ જોશીના જણાવ્યા અનુસાર, પરવીન સોશિયલ મીડિયા દ્વારા અલ કાયદા સાથે જોડાયેલી હતી અને સંગઠનની વિચારધારાનો પ્રચાર કરી રહી હતી. આ ધરપકડ 29 જુલાઈના રોજ ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવી હતી.
હવે મહિલા સ્લીપર સેલ પણ સક્રિય
હકીકતમાં અગાઉ ગુજરાત ATS એ અમદાવાદ, દિલ્હી અને નોઈડાથી અલ કાયદા સાથે જોડાયેલા ચાર અન્ય આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તે બધા મોટા આતંકવાદી હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા. પરવીનની ધરપકડથી એ પણ સંકેત મળ્યો છે કે આતંકવાદી સંગઠનો હવે મહિલા સ્લીપર સેલને પણ સક્રિય કરી રહ્યા છે. દરમિયાન તપાસમાં બહાર આવ્યું છે કે શમા પરવીન વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ દ્વારા અન્ય શંકાસ્પદોના સંપર્કમાં હતી. હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી નેટવર્કના અન્ય સભ્યો અને તેમની યોજનાઓ જાણી શકાય. હાલમાં આ સંદર્ભે પૂછપરછ ચાલી રહી છે.
ATS દ્વારા મોહમ્મદ ફઈક, મોહમ્મદ ફરદીન, સેફુલ્લા કુરેશી, ઝીશાન અલીની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા તમામ આતંકીઓ 20થી 25 વર્ષની ઉંમરના હતા. જ્યારે તેઓને ભારતમાં હુમલો કરવા મોટા ટાર્ગેટ મળવાના હતા, તેવી પણ માહિતી મળી રહી છે. સાથે જ તેઓ સોશિયલ મીડિયા એપથી એકબીજા સાથે જોડાયેલા હતા. તપાસ દરમિયાન આતંકીઓના સરહદ પાર કનેક્શન સામે આવ્યા હોવાની જાણકારી મળી રહી છે.
FAQ
પ્રશ્ન 1: શમા પરવીનની ધરપકડ ક્યાં કરવામાં આવી હતી?
જવાબ: શમાની ૨૯ જુલાઈના રોજ બેંગલુરુના હેબ્બલ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
પ્રશ્ન 2: તેના પર કયા આરોપો છે?
જવાબ: તે સોશિયલ મીડિયા દ્વારા અલ કાયદાની વિચારધારા ફેલાવી રહી હતી અને આતંકવાદીઓના સંપર્કમાં હતી.
પ્રશ્ન ૩: અત્યાર સુધીમાં કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે?
જવાબ: ગુજરાત ATS એ આ મોડ્યુલમાંથી અત્યાર સુધીમાં શમા સહિત 5 આતંકવાદીઓની ધરપકડ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે