મળી ગયું ગુજરાતમાં ચોમાસું અટકવાનું મોટું કારણ, અંબાલાલ પટેલે આપ્યા લેટેસ્ટ અપડેટ
Ambalal Ni Agahi : ચોમાસા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી આવી ગઈ છે... તેમણે ગુજરાતીઓને બે દિવસ રાહ જોવા કહ્યું
Trending Photos
Ambalal Patel Monsoon Prediction : ગુજરાતમાં ચોમાસું અટક્યું છે. કેરળ-મુંબઈમાં વરસાદ આવી ગયો, પરંતું ગુજરાતમાં ક્યાંય એન્ટ્રી થઈ નથી. ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસું કેમ અને ક્યાં અટક્યું છે તેનું મોટું કારણ જણાવ્યું.
અંબાલાલ પટેલે કહ્યું કે, સી લેવલથી 12-13 કિમી પવન છૂટા પડે છે. 12 તારીખથી હવામાન સાનૂકુળ બને છે. મુલતાન, પાકિસ્તાન વગેરેના ભાગોમાં લો પ્રેશર બને છે. 12 તારીખની આસપાસ 998 મીલીબાર ધીરેધીરે 994 મીલીબાર થશે. અમદાવાદ ગુજરાતમાં 998 મીલીબાર અને ગુજરાત દક્ષિણ દરિયા નજીક 1001 મીલીબાર થશે. ત્યાર પછી ધીરે ધીરે 1004 મીલીબાર અરબ સાગરમાં 1008 મીલીબાર જેટલુ હવાનું દબાણ રહેવાની શક્યતા છે.
તેમણે આગળ કહ્યું કે, સમુદ્રનું તાપમાન 30 ડિગ્રી રહેવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં પણ 30 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. તારીખ 17થી અપર એર સર્ક્યૂલેશન રચાશે. જેને કારણે ઉપરના લેવલના પવનો તારીખ 17 બાદ બંગાળ ઉપસાગર દોઢ કિમીની લેવલના રહેશે. અરબ સાગરમાંથી ઝીણી ઝીણી પવનની લહેર બંગાળ ઉપસાગર વહે છે. ઉપરી લેવલ પર પશ્ચિમના પવન જે શુષ્ક છે, જે ચોમાસાને બ્રેક લગાવે છે. હવે 12 જૂનથી ચોમાસું સાનુકૂળ જણાશે.
તો ચોમાસું ક્યારે દસ્તક આપશે
હવામાન નિષ્ણાતે કહ્યું કે, 12 જૂનથી ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ બનશે. હાલ મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ રહેશે. 15 તારીખ બાદ ભારેથી અતિભારે વરસાદ દેશના પશ્ચિમ કાંઠે રહેશે. કર્ણાટકથી મહારાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. આ વર્ષે કર્ણાટક, મહારાષ્ટ્રમાં 10થી 12 ઈંચ વરસાદ થઈ શકે છે.
12 જૂનથી ગુજરાતના હવામાનમાં પલટો. 13થી 15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસાની ગતિવિધી વધી શકે છે. 15થી 23 તારીખમાં ગુજરાતના ઘણા ભાગો આવરી અલબત્ત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે