સેલવાસમાં પીએમ મોદીએ સૌથી મોટી સમસ્યા પર કરી વાત, આપ્યો ફિટ રહેવાનો મંત્ર
પીએમ મોદીએ કહ્યુ કે મેદસ્વિતા એક એવી બીમારી છે, જે ઘણા રોગોનું કારણ બને છે. તાજેતરમાં મેદસ્વિતાની સમસ્યા પર એક રિપોર્ટ આવ્યો છે, આ રિપોર્ટ કહે છે કે 2050 સુધી 44 કરોડથી વધુ ભારતીયો મેદસ્વિતાના શિકાર થઈ જશે. આ આંકડા ડરાવનારા છે. તેનો મતલબ છે કે દર ત્રણમાંથી એક વ્યક્તિ મોટાપાની ગંભીર બીમારીની ઝપેટમાં આવી શકે છે.
Trending Photos
સેલવાસઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 અને 3 માર્ચે ગીર અને જામનગરની મુલાકાતે આવ્યા હતા...ફરી તેઓ ગુજરાત આવ્યા...4 દિવસમાં બીજી વખત ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રીએ સંઘપ્રદેશ સેલવાસ પણ પહોંચ્યા જ્યાં કેટલાક વિકાસકાર્યોના લોકાર્પણની સાથે વિશ્વ તેમજ ભારતને સતાવી રહેલા સૌ મોટી એક સમસ્યા પર વાત કરી...તો આ સમસ્યાના સમાધાનનો પણ રસ્તો આપ્યો...ત્યારે શું છે આ સમસ્યા?...જુઓ આ અહેવાલમાં.
સંઘ પ્રદેશમાં સંભળાયો મોદી મોદીનો જયઘોષ....PMને આવકારવા માટે મોટી સંખ્યામાં ઉમટી ભીડ...સંઘપ્રદેશ સેલવાસમાં એક નવો જ ઉમંગનો ઉત્સાહ જોવા મળ્યો...સભા સ્થળે ભવ્ય રોડ શો કરવામાં આવ્યો...જેમાં મોટી સંખ્યામાં લોકોએ મોદી મોદી ઉદઘોષ કરી પ્રધાનમંત્રીને આવકાર્યા.
દિલ્લીથી સીધા સુરત એરપોર્ટ ઉતરેલા પ્રધાનમંત્રી મોદી હેલિકોપ્ટરમાં સેલવાસ પહોંચ્યા હતા...સેલવાસમાં સૌથી પહેલા 450 બેડની નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યું...ત્યારબાદ વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું....સંઘપ્રદેશનો સિંગાપોરની માફક વિકાસ કરવાની વાત કરીને સૌને આનંદીત કરી દીધા...સાથે જ વિશ્વ અને સમગ્ર ભારતને અસર કરતી સૌથી મોટી સમસ્યાની વાત કરી...પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, મેદસ્વીપણુ જે અનેક બીમારીઓનું કારણ બન્યું છે...એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે 2050 સુધીમાં 44 કરોડથી વધુ ભારતીયો મોટાપાનો શિકાર બની શકે છે.
મેદસ્વીપણાનો આ આંકડો ડરામણો છે...કારણ કે દર ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિ મોટાપા ગ્રસ્ત હશે...મોટાપાને કારણે જાતભાતના રોગ અને કેટલાક કિસ્સામાં મોત પણ થઈ શકે છે...મેદસ્વીપણાથી બચવા માટે ડૉક્ટર્સને સલાહ મુજબ આગળ વધવું જોઈએ. પરંતુ પ્રધાનમંત્રીએ પણ આ મોટાપાથી બચવા શું કરવું તેની સલાહ આપી.
મોટાપાનો જે રિપોર્ટ આવ્યા છે તે ડરામણો છે. સૌથી પહેલા તો આ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે તે તમે જાણી લો...2050 સુધી ભારતની એક તૃતિયાંશ વસતી મોટાપા ગ્રસ્ત હશે, દેશમાં 21.8 કરોડ પુરૂષ અને 23.1 કરોડ મહિલાઓ મદસ્વીપણાનો શિકાર બનશે, 44.9 કરોડ જનસંખ્યા મોટાપાનો શિકાર હોય તે ડરામણી વાત કહેવાય...રિપોર્ટ મુજબ બાળકો અને યુવાનોમાં મેદવસ્વીપણુ તેજ ગતિથી વધી રહ્યું છે. 15થી 24 વર્ષના લોકોમાં મોટાપો સતત વધી રહ્યો છે, તો વિશ્વમાં 2050 સુધીમાં અડધી વસ્તી મેદસ્વીપણાનો શિકાર બનેલી હશે...
શું આવ્યો રિપોર્ટ?
2050 સુધી ભારતની એક તૃતિયાંશ વસતી મોટાપા ગ્રસ્ત હશે
21.8 કરોડ પુરૂષ, 23.1 કરોડ મહિલા મદસ્વીપણા ગ્રસ્ત હશે
44.9 કરોડ જનસંખ્યા મોટાપાનો શિકાર હોય તે ડરામણી વાત
બાળકો અને યુવાનોમાં મેદવસ્વીપણુ તેજ ગતિથી વધી રહ્યું છે
15થી 24 વર્ષના લોકોમાં મોટાપો સતત વધી રહ્યો છે
વિશ્વમાં 2050 સુધીમાં અડધી વસ્તી મેદસ્વીપણાનો શિકાર બનેલી હશે
આ રિપોર્ટ ખુબ જ ખતરનાક છે...હાલ વિશ્વમાં 211 કરોડ લોકો મોટાપાનો શિકાર છે, આ આંકડો 2050 સુધીમાં 380 કરોડ પહોંચવાનું અનુમાન છે. અત્યારે વિશ્વમાં 5થી 24 વર્ષના 49.3 કરોડ લોકો મેદસ્વી છે, 2050 સુધીમાં આ આંકડો પણ 74.6 કરોડ પહોંચવાનો અંદાજ છે. સૌથી વધુ ચિંતા ભારતમાં છે. કારણે હાલ જેટલા લોકો મોટાપાનો સામનો કરી રહ્યા છે તેમાંથી અડધા લોકો વિશ્વના 8 દેશમાં રહે છે. આ 8 દેશમાં આપણું ભારત પણ છે. ચીન પછી ભારતમાં સૌથી વધુ ઓવરવેટની સમસ્યા છે.
'મોટાપો' મોટી સમસ્યા
હાલ વિશ્વમાં 211 કરોડ લોકો મોટાપાનો શિકાર
આંકડો 2050 સુધીમાં 380 કરોડ પહોંચવાનું અનુમાન
વિશ્વમાં 5થી 24 વર્ષના 49.3 કરોડ લોકો મેદસ્વી
2050 સુધીમાં આંકડો પણ 74.6 કરોડ પહોંચવાનો અંદાજ
સૌથી વધુ ચિંતા ભારતમાં
કુલ મોટાપાગ્રસ્ત લોકોમાં અડધા લોકો 8 દેશના
8 દેશમાં આપણું ભારત પણ સામેલ
ચીન પછી ભારતમાં સૌથી વધુ ઓવરવેટની સમસ્યા
ખોરાકમાં બદલાવ અને ઘટાડાથી મોટાપાથી બચી શકાય છે. ડૉક્ટર્સની સલાહ પણ જરૂરી છે. તો તમે અત્યારથી જ આ મહાબીમારીથી બચવાના ઉપાયો કરવા લાગજો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે