મમ્મી માટે છોડી કાળજું કંપાવી દેતી સ્યૂસાઈડ નોટ, મોબાઈલ પાણીની ડોલમાં પડી જતા 12 વર્ષની બાળાનો આપઘાત
Girl Suicide For Mobile : સુરતના કતારગામમાં રહેતા દંપતીની 12 વર્ષની દીકરીથી મોબાઈલ ભૂલથી પાણી ભરેલી ડોલમાં પડી જતા ડરી જઈને ફાંસો ખાઈને આપઘાત કરી લીધો
Trending Photos
Surat News : મોબાઈલ આપણા બાળકોનો જીવ લઈ રહ્યો છે. ક્યાંક મોબાઈલના વળગણમાં, તો ક્યાંક અવળા રસ્તે જતા રહેવાના કિસ્સા બની રહ્યાં છે. રીલ્સના ચક્કરમાં તો કેટલાક જીવ જોખમમાં મૂકી દે છે. આવામાં સુરતની એક માસુમનો ભોગ લેવાયો છે. મોબાઈલના યુગમાં સુરતની માસુમ બાળાએ ચોંકાવનારું પગલું લીધું. 12 વર્ષની બાળાના હાથથી ફોન પડી ગયો હતો, તેથી તેણે ડરના માર્યે આપઘાત કરી લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કતારગામમાં જય રણછોડ એપાર્ટમેન્ટમાં રહેતા કપિલ ધુધલની 12 વર્ષની માસુમ દીકરી જૈનીસાએ આપઘાત કરી લીધો હતો. માતા અને પિતા બંને કામ માટે બહાર ગયા હતા ત્યારે જૈનીસાએ પંખા સાથે લટકીને આપઘાત કર્યો હતો. ત્યારે તેની નાની બેનની નજર તેના પર પડી હતી, તો તેણે બૂમાબૂમ કરી હતી. જેથી પાડોશીઓ દોડી આવ્યા હતા.
પાડોશીઓએ આવીને જોયું તો જૈનીસાએ દમ તોડી દીધો હતો. આ બાદ તેઓએ પોલીસને જાણ કરી હતી. પાડોશીઓએ માતાપિતાનો પણ સંપર્ક કર્યો હતો, જેથી તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. દીકરીનો મૃતદેહ જોતા જ માતાપિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. એટલું જ નહિ, 12 વર્ષની માસુમે મમ્મી માટે કાળજુ કંપાવી દે તેવી સ્યૂસાઈડ નોટ પણ છોડી હતી.
જૈનીસાએ સ્યૂસાઈડ નોટ છોડી હતી
માસુમ અને ડરી ગયેલી જૈનીસાએ સ્યૂસાઈડ નોટ પણ છોડી હતી. જેમં તેણે લખ્યું હતું કે, મમ્મી મને માફ કરી દેજો. મારાથી ભૂલથી મોબાઈલ ફોન પાણીની ડોલમાં પડી ગયો હતો, તું મને માફ કરી દેજે. હું ફાંસો ખાઉ છું. હું મરી જાઉં તો રોતી નહી. મારા ભાઈ કાન્નો અને નાની બહેન શરુનું ધ્યાન રાખજે.
આ ઘટના બાદ ધુધલ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. કપિલ ધુધલ મુંબઈ મહાનગરપાલિકામાં નોકરી છે, તો તેમના પત્ની સુરત મહાનગરપાલિકામાં નોકરી કરે છે. પોલીસે જણાવ્યું કે, બાળાએ મોબાઈલ પાણીની ડોલમાં પડી જતા આ પ્રકારનું પગલું ભર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે