ગુજરાતમાં કેરી પકવતા ખેડૂતો માટે સૌથી ખતરારૂપ સમાચાર; આ વર્ષે આવી શકે છે રોવાનો વારો

આંબાવાડીઓમાં આંબા ઉપરના મોર કાળા પડી ગયા છે. તો ક્યાંક મોર ખરી પડ્યા છે. આથી કેરીના પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં અંદાજે 35 હજાર હેક્ટરમાં વિસ્તારમાં આંબાવાડીઓ આવેલી છે.

ગુજરાતમાં કેરી પકવતા ખેડૂતો માટે સૌથી ખતરારૂપ સમાચાર; આ વર્ષે આવી શકે છે રોવાનો વારો

ઝી બ્યુરો/નવસારી: વાડીઓના પ્રદેશ વલસાડ જિલ્લામાં કેરી પકવતા ખેડૂતોએ આ વખતે પણ રોવાનો વારો આવી શકે છે. કારણ કે સીઝનની શરૂઆતમાં આંબા ઉપર ભરપૂર મોર બેઠા હતા. આથી ખેડૂતો મબલક પાકની અપેક્ષા રાખી બેઠા હતા. જોકે છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં આવેલા બદલાવ અને પ્રતિકૂળ હવામાનને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. 

આંબાવાડીઓમાં આંબા ઉપરના મોર કાળા પડી ગયા છે. તો ક્યાંક મોર ખરી પડ્યા છે. આથી કેરીના પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં અંદાજે 35 હજાર હેક્ટરમાં વિસ્તારમાં આંબાવાડીઓ આવેલી છે. દર વર્ષે જિલ્લામાં હજારો ટન કેરીનું ઉત્પાદન થાય છે .વલસાડની જગવિખ્યાત આફૂસ કેરી દેશભરના સ્વાદ રસિકોને સ્વાદનું ઘેલું લગાવેલું છે. 

જોકે આ વખતે સીઝનની શરૂઆતમાં વલસાડ જિલ્લામાં આંબાવાડીઓમાં ભરપૂર મોર ખીલ્યા હતા. પાકને અનુકૂળ વાતાવરણ હોવાને કારણે આંબા ઉપર ભરપૂર મોર ઝૂલી રહ્યા હતા. આથી ખેડૂતોએ સીઝનની શરૂઆતમાં મબલક પાક ઉતરશે તેવી અપેક્ષા રાખી અને હરખાઈ રહ્યા હતા. જોકે છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં વાતાવરણમાં આવેલા અચાનક પલટા અને બદલાયેલા હવામાનને કારણે કેરીના પાક પર તેની પ્રતિકૂળ અસર થઈ રહી છે. અને આંબા ઉપરના મોર કાળા પડી ગયા છે.

તો મોટાભાગના મોર ખરી પડ્યા છે. આથી હવે જિલ્લામાં આંબાવાડીઓમાં 25 થી 30 ટકા જ કેરીના પાકનું ઉત્પાદન થશે તેવું લાગી રહ્યું છે.વલસાડ જિલ્લાના ખેડૂતો છેલ્લા પાંચ વર્ષથી કેરીના પાકમાં નુકસાન વેઠી રહ્યાં હતાં..અને આ વખતે પણ જિલ્લા ના ખેડૂતો એ નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news